પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરીમાં રાજા ચંદ્રસેન મહાકાળની પૂજા કરી રહ્યા હતાં. તે સમયે એક ગોવાલણ પોતાના પાંચ વર્ષના બાળક સાથે મંદિર પાસેથી પસાર થઈ રહી હતી. તેણે દીકરા સાથે તે પૂજા જોઈ.
ગોવાલણે ઘરે આવીને એક પત્થરનું શિવલિંગ બનાવ્યું અને દીકરા સાથે પૂજા કરવા લાગી. પછી જ્યારે માતાએ ભોજન માટે દીકરાને અવાજ લગાવ્યો ત્યારે બાળક ઊભો થઈને માતા પાસે આવ્યો નહીં.
માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, આવી પૂજા કેમ કરી રહ્યો છે?
બાળક આંખ બંધ કરીને બેઠો હતો. માતાએ દીકરાને માર માર્યો અને તે પત્થરને ઉપાડીને ફેંકી દીધો. તે બાળક પત્થરને ગળે લગાવીને રડવા લાગ્યો અને બેભાન થઈ ગયો. પછી જ્યારે તે બાળકને હોશ આવ્યો ત્યારે ત્યાં એક સુંદર મંદિર બની ગયું હતું. તે મહાકાળ મંદિર હતું. માતાએ જોયું કે તેમની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે.
રાજાને સૂચના આપવામાં આવી કે મહાકાળનું આટલું સુંદર મંદિર બની ગયું છે. તે દિવસોમાં રાજા ઉપર આક્રમણ કરવા માટે થોડા દુશ્મન રાજ્યની બહાર સુધી પહોંચી ગયા હતાં. તેમણે મહાકાળ મંદિર જોયું ત્યારે તેઓ પાછા ફરી ગયાં. દુશ્મનોને લાગ્યું કે જ્યાં આટલાં મોટા શિવ ભક્ત છે, ત્યાં શિવજી તેમની રક્ષા કરશે.
તે સમયે મંદિરમાં હનુમાનજી પ્રકટ થયા અને તેમણે બાળકને ગળે લગાવ્યો. હનુમાનજી બોલ્યા, ગોપ વંશને આ બાળક આગળ વધારશે. તેની આઠમી પીઢીમાં મહાયશ્વી નંદનો જન્મ થશે અને તેમના પુત્ર તરીકે શ્રીકૃષ્ણ આવશે. આ બાળકનું નામ શ્રીકર રાખું છું.
તે પ્રકારે આ મહાકાળેશ્વર શિવલિંગની કહાણી બની ગઈ.
બોધપાઠ- આ કથાએ બોધપાઠ આપ્યો કે આપણે સંતાનને બાળપણથી જ સારા સંસ્કાર આપવા જોઈએ. બાળકને શિક્ષા સાથે-સાથે સંસ્કાર પણ આપવા જરૂરી છે. સંસ્કાર ધાર્મિક આચરણથી આવે છે. જે બાળકોની શિક્ષા સારી હોય છે અને સંસ્કાર પણ સારા હોય છે, તે પોતાના વંશનું નામ રોશન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.