મહાભારતમાં અર્જુન પોતાની વિજય યાત્રાએ હતાં. રાજસૂય યજ્ઞના માધ્યમથી યુધિષ્ઠિરને ચક્રવર્તી સમ્રાટ તરીકે સ્થાપિત કરવાના હતાં, તેના માટે બધા રાજાઓને પરાજિત કરવાના હતાં.
જે દિશામાં અર્જુન યાત્રા કરી રહ્યા હતાં, તે દિશામાં આવતા બધા રાજ્યોના રાજા અર્જુનની સેવા સ્વીકાર કરી રહ્યા હતાં. અર્જુન તેમના ઉપર કર લગાવીને આગળ વધી રહ્યા હતાં.
જ્યારે અર્જુન કુરૂ દેશના નામની જગ્યાએ પહોંચ્યાં ત્યારે ત્યાં રાજ્યના દ્વારપાળ આવ્યાં અને તેમણે અર્જુનને કહ્યું, તમે આ નગરને જીતી શકશો નહીં. તમે પાછા ફરી શકો છો. તમે અહીં સુધી આવી ગયા છો, એ જ ઘણું છે. કેમ કે જે વ્યક્તિ આ નગરમાં પ્રવેશ કરે છે, તેમની મૃત્યુ થઈ જાય છે. એવું આ નગરને વરદાન મળ્યું છે.
અર્જુને કહ્યું, અહીં જીતવા યોગ્ય કોઈ વસ્તુ દેખઇ રહી નથી, આ ઉત્તર કુરુ દેશ છે. અહીં યુદ્ધ થતું નથી, આ તમે કહી રહ્યા છો તો હું પણ એવું કરીશ નહીં.
દ્વારપાળે કહ્યું, જો યુદ્ધ સિવાય કોઈ અન્ય કામના કરવા અહીં આવશો તો ઇચ્છા પૂર્ણ થઈ શકે છે, પરંતુ જો યુદ્ધ કરવા અહીં આવશો, તો મૃત્યુ નિશ્ચિત છે.
અર્જુને કહ્યું, હું મારા ભાઈ યુધિષ્ઠિરને સમસ્ત ભૂ-મંડળના એક માત્ર ચક્રવર્તી સમ્રાટ બનાવવા ઇચ્છું છું. તમારી વાત માનીને હું આ કુરુ દેશમાં પ્રવેશ કરીશ નહીં. મારે તમને જીતવા નથી, બસ તમે મને કરના સ્વરૂપમાં થોડું ધન આપી દો.
અર્જુનની વિનમ્રતા જોઈને ત્યાંના લોકોએ થોડું ધન અર્જુનને આપી દીધું. અર્જુને અનેક યુદ્ધ લડ્યા, પરંતુ આ રાજ્યના લોકોની વાત માનીને તેમને છોડી દીધાં. તેમનો ઉદેશ્ય પૂર્ણ થઇ ગયો હતો.
બોધપાઠ- આ કિસ્સાનો બોધપાઠ એ છે કે જ્યારે આપણે વિજેતા હોઇએ છીએ તો બધાને પરાજિત કરીને વિધ્વંસ કરવા જરૂરી નથી. આપણે અહિંસાના માધ્યમથી પણ જીતી શકીએ છીએ. અર્જુને કુરુ દેશમાં યુદ્ધ કર્યું નહીં, તેમની વાત માની લીધી. વિજેતાએ સામે રહેલાં વ્યક્તિની માનસિક સ્થિતિને સમજીને તેમની સાથે ન્યાય કરવો જોઈએ. મોટાભાગના લોકો જે જીતની સ્થિતિમાં આવી જાય છે, તે ફરીથી અન્યાય કરવા લાગે છે, પરંતુ અર્જુને આપણને બોધપાઠ આપ્યો છે કે અહિંસાથી પણ જીત પ્રાપ્ત કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.