વાર્તા- મહાભારતનો કિસ્સો છે. એક બ્રાહ્મણ ખૂબ જ રડી રહ્યો હતો, કેમ કે તેમની ગાયને એક ચોર ભગાડીને લઈ જઈ રહ્યો હતો. બ્રાહ્મણ રડીને અર્જુન પાસે પહોંચ્યો.
બ્રાહ્મણે અર્જુનને કહ્યું, ચોર ભાગી રહ્યા છે, તમે રાજા છો, મારી રક્ષા કરો
અર્જુને વિચાર્યું કે હું શસ્ત્રો વિના ચોરની પાછળ જઈ શકું નહીં. મારા શસ્ત્ર ત્યાં રાખવામાં આવ્યાં છે, જ્યાં એકાંતમા મારા મોટા ભાઈ અને દ્રૌપદી સાથે બેઠા છે.
દ્રૌપદી પોતાના પાંચેય પતિઓ સાથે એક અનુશાસન સાથે જીવન જીવી રહ્યા હતાં. એક નિયમ એવો હતો કે જ્યારે તે કોઈ એક પતિ સાથે બેઠી હોય ત્યારે તે સમયે કોઈ બીજો પતિ રૂમમાં પ્રવેશ કરી શકે નહીં.
અર્જુન સામે શસ્ત્રોની સમસ્યા હતી અને બીજી બાજુ ચોર ગાયને ચોરીને લઈ જઈ રહ્યા હતાં. અર્જુને વિચાર્યું કે આ બ્રાહ્મણની મદદ કરવી મારું કર્તવ્ય છે. હવે પરિણામ જે પણ હશે, મારે આ બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ.
આવું વિચારીને અર્જુને યુધિષ્ઠિર અને દ્રૌપદીના રૂમમાં જતાં રહ્યા, નિયમ તોડ્યો, શસ્ત્ર ઉઠાવ્યા અને બ્રાહ્મણની ગાયને ચોર પાસેથી છોડાવી લાવ્યાં. અર્જુન પાછા આવ્યાં અને યુધિષ્ઠિર-દ્રૌપદીને કહ્યું, મેં નિયમ તોડ્યો છે, એટલે હવે હું 12 વર્ષ માટે વનમાં જઈશ.
પાંચેય પાંડવોએ આ નિમય બનાવ્યો હતો કે જે પણ વ્યક્તિ નિયમ તોડશે, તેને 12 વર્ષ માટે વનમાં જવું પડશે.
દ્રૌપદી અને યુધિષ્ઠિરે અર્જુનને ખૂબ જ સમજાવ્યું કે અમે તમને મંજૂરી આપીએ છીએ, પંરતુ અર્જુને કહ્યું, અમે ક્ષત્રિય છીએ, નિયમ બનાવીને તોડવો જોઈએ નહીં.
આવું કહીને અર્જુન વનમાં જતાં રહ્યાં.
બોધપાઠ- આ કિસ્સાથી આપણે બે વાતો શીખી શકીએ છીએ. પહેલી, પોતાનું કર્તવ્ય સૌથી પહેલાં પૂર્ણ કરવું જોઈએ. બીજી વાત, આપણે જ્યારે પણ કોઈ નિયમ બનાવીએ તો તેનું પાલન દૃઢતા સાથે ચોક્કસ કરવું જોઈએ. જો એકવાર દૃઢતા ખંડિત થઈ જાય, કોઈ નિયમ તૂટી જાય તો નિયમ હંમેશાં તૂટતો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.