તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:સારા કામ શાંતિ આપે છે અને ખરાબ કાર્યોથી દુઃખ મળે છે

6 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારત જેવા વિશાળ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં એક લાખ શ્લોક છે. કહેવાય છે કે જે આ સંસારમાં છે, તે બધું જ મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી, તે સંસારમાં પણ નથી.

મહાભારતની રચના પછી વ્યાસજી દુઃખી થઇ ગયાં હતાં. એક દિવસ તેઓ પોતાના આશ્રમમાં નિરાશ બેઠા હતાં, ત્યારે તેમની પાસે દેવર્ષિ નારદ પહોંચ્યાં. નારદમુનિએ કહ્યું, આજે તમે નિરાશ કેમ છો?

વ્યાસજીએ કહ્યું, આ વાત હું તમને પણ પૂછવા માગું છું. મેં મહાભારત જેવા ગ્રંથની રચના કરી છે. આવા સર્જન પછી મનમાં શાંતિ હોવી જોઇએ, પરંતુ મારું મન અશાંત છે. તમે જ જણાવો, આનું કારણ શું હોઇ શકે?

નારદમુનિએ કહ્યું, આવું તો થવાનું જ હતું. તમે જે ગ્રંથની રચના કરી છે, તેમાં ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધ થઇ રહ્યું છે. યુદ્ધ, નરસંહાર છે. અશાંતિ છે. કુટિલતા છે. આવો ગ્રંથ વાંચ્યા પછી શું બોધપાઠ મળશે? તમે કોઇ એવો ગ્રંથ લખો, જેમાં નાયક પરમાત્મા હોય. જેની ગતિવિધિઓ બોધપાઠ આપી રહી હોય, જેમાં પોઝિટિવ વિચાર હોય.

તે પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી. આ ગ્રંથના દરેક અધ્યાય, પ્રસંગના અંતમાં લાઇફ મેનેજમેન્ટના સંદેશ છે. એટલે કહેવાય છે કે ભાગવત વાંચ્યા પછી શાંતિ મળે છે.

બોધપાઠ- આ પ્રસંગનો બોધપાઠ એવો છે કે કોઇપણ કામની શરૂઆત ભગવાનને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. કામના અંતમાં શાંતિ મળવી જોઇએ. કામ કરતી સમયે પરમાત્માને કેન્દ્રમાં રાખો. પોઝિટિવ વિચાર જાળવી રાખો. નકારાત્મકતા અને ખરાબ લોકોથી બચવું. ધ્યાન રાખો, સારા કાર્યોથી શાંતિ મળે છે અને ખરાબ કાર્યોથી દુઃખ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો