આજનો જીવનમંત્ર:જાતિ, શરીર કે રંગના આધારે મનુષ્યોમા ભેદભાવ કરશો તો દેશ ક્યારેય વિકાસ કરી શકશે નહીં

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘસંચાલક માધવરાવ સદાશિવ ગોલવકરજી સાથે જોડાયેલો કિસ્સો છે. એક દિવસ કાર્યકર્તાઓની પંગત બેઠી હતી. બધા ઉત્સાહિત હતા, કેમ કે તેમના પ્રમુખ દ્વિતીય સરસંઘસંચાલક માધવરાવ સદાશિવ ગોલવકરજી આજે સામાન્ય કાર્યકર્તાઓ સાથે પંગતમા બેઠા હતાં.

અનેક લોકો પંગતમાં ભોજન પીરસી રહ્યાં હતાં, તે સમયે ગોલવકરજીની નજર એક કાર્યકર્તા ઉપર પડી, તે એક ખૂણામાં માથુ નીચે કરીને બેઠો હતો. કોઈ તેને કશુંક સમજાવીને ગયું હતું. ગોલવકરજીએ જોયું કે અનેક કાર્યકર્તાઓ ભોજન પીરસી રહ્યા છે અને જે બેઠા છે, તેમના ચહેરા ઉપર પ્રસન્નતા છે, પરંતુ તે એક કાર્યકર્તા દુઃખી છ

ગોલવકરજી કોઈને દુઃખી જોઈ શકતા નહીં. ગોલવકરજી તેની પાસે પહોંચ્યાં અને તેને પૂછ્યું, તમે ભોજન પીરસી રહ્યા નથી, કેમ?

તે વ્યક્તિ નીચું જોઈને ઊભો થઈ ગયો, પરંતુ કશું જ બોલ્યો નહીં. ગોલવકરજીએ ફરીથી દબાણ આપીને પૂછ્યું, પરંતુ ત્યારે પણ તે કશું જ બોલ્યો નહીં. એક અન્ય કાર્યકર્તાએ આ જોયું ત્યારે તે સમજી ગયો કે ગુરુજી તેને પૂછીને જ રહેશે. ત્યારે કાર્યકર્તાએ ગોલવકરજીને વિનમ્રતાપૂર્વક કહ્યું, તે એ જાતિનો નથી કે ભોજન પીરસી શકે.

ગુરુજીએ કહ્યું, ભોજન પીરસવાનો જાતિ સાથે શું સંબંધ છે? ગોલવકરજી સમજી ગયા કે અહીં જાતિ ભેદ ચાલી રહ્યો છે. તે પછી તેમણે જાતે જ જલેબીનો થાળ ઉપાડ્યો અને તે કાર્યકર્તાના હાથમાં આપી દીધો અને કહ્યું, હવે તમે સૌથી પહેલાં મારી થાળીમાં પતરાળ રાખશો, તે પછી બધાની પતરાળમાં જલેબી રાખશો.

બધા કાર્યકર્તાઓ આ દૃશ્ય જોઈ રહ્યા હતાં. તે વ્યક્તિ તો રડી જ રહ્યો હતો, સાથે જ અન્ય કાર્યકર્તાઓની પણ આંખમા પાણી આવી ગયાં.

બોધપાઠ- ગોલવકરજીએ આપણને બોધપાઠ આપ્યો કે જાતિ, શરીર કે રંગના આધારે વ્યક્તિ એક-બીજા સાથે ભેદ કરશે તો આ દેશનો વિકાસ થઈ શકશે નહીં. એટલે ક્યારેય પણ મનુષ્યોમાં ભેદ કરવો જોઈએ નહીં, કેમ કે બધા વ્યક્તિને ભગવાને બનાવ્યાં છે. જો આપણે લોકોમાં ભેદ કરીશું તો આપણે ભગવાનની બનાવેલી દરેક વસ્તુઓનું કે કૃતિનું અપમાન કરીએ છીએ.