આજનો જીવનમંત્ર:દરેક કામ ભગવાનના ભરોસે છોડશો નહીં, આપણે આપણી જવાબદારીઓ જાતે જ પૂર્ણ કરવી જોઈએ

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દુષ્ટ રાજાઓના ખરાબ કામ અને તેમની જીવનશૈલીથી પૃથ્વી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તે સમયે પૃથ્વી ઉપર મોટાભાગના લોકો ખૂબ જ ખરાબ કામ કરવા લાગ્યાં હતાં. સત્તા જ્યારે ખરાબ લોકોના હાથમાં હોય છે ત્યારે પૃથ્વીએ પણ તેની કિંમત ચૂકવવી પડે છે.

દુઃખી પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને દેવતાઓ પાસે પહોંચી. આંખમાંથી આંસુ વહી રહ્યા હતાં. શરીર નબળું થઈ ગયું હતું. પૃથ્વીએ ગાયના સ્વરૂપમાં દેવતાઓને પોતાનું દુઃખ જણાવ્યું ત્યારે દેવતાઓ તેને લઈને બ્રહ્માજી પાસે પહોંચ્યાં.

બ્રહ્માજીએ જોયું અને સાંભળ્યું ત્યારે કહ્યું, તમારી આ સમસ્યા હું એકલો દૂર કરી શકીશ નહીં. આપણે ભગવાન વિષ્ણુની મદદ લેવી જોઈએ. જ્યારે બ્રહ્માજીએ આંખ બંધ કરીને સમાધિ લીધી ત્યારે તેમને આકાશવાણી સંભળાઈ. આંખ ખોલીને બ્રહ્માજીએ બધા દેવતાઓને કહ્યું, મેં હાલ સમાધિમાં આકાશવાણી સાંભળી છે. ભગવાન વિષ્ણુએ આપણાં બધાના ભાવને સમજી લીધા છે. તેમણે કહ્યું કે હું અવતાર લઈશ અને તમે બધા દેવતાઓ પણ પૃથ્વી ઉપર જાવ. પોત-પોતાના અંશોમાંથી જન્મ લો, જ્યારે હું અવતાર લઈશ ત્યારે બધા મારો સહયોગ કરજો.

ભગવાન વિષ્ણુની વાત માનીને દેવતાઓએ એવું જ કર્યું. જ્યારે પરમાત્મા અવતાર લેશે ત્યારે દેવતાઓ પણ વિવિધ સ્વરૂપ લઈને જન્મ લે છે. કોઈ ભગવાન સાથે સંબંધ રાખે છે, કોઈ ભગવાનથી દૂર રહીને તેમની મદદ કરે છે. તે પછી ભગવાન દુષ્ટોની મદદ કરે છે અને પૃથ્વીને રાહત પહોંચાડે છે.

બોધપાઠ- જ્યારે પરમાત્મા આપણી મદદ કરવા આવે છે ત્યારે આપણી પણ જવાબદારી હોવી જોઈએ કે આપણે પણ આપણી ભૂમિકા નિભાવવી જોઈએ. આજે ઘણાં લોકો ભગવાન ઉપર બધું જ છોડીને વિચારે છે કે બધું જ ભગવાન જ કરશે, પરંતુ એવું કરવું જોઈએ નહીં. ભગવાન કહે છે કે કરવાનું તમારે જ છે, પરંતુ હું તમારી મદદ કરીશ, પરંતુ થોડા કામ તો તમારે જ કરવા પડશે. એટલે આપણે આપણાં કર્તવ્યોથી ક્યારેય પીછે હટ કરવી જોઈએ નહીં.