• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Lord Krishna, We Should Not Pollute The Earth, River And Nature, Else We Will Face

આજનો જીવનમંત્ર:જમીન, નદી અને પ્રકૃતિમાં ગંદકી ફેલાવશો તો ભવિષ્યમાં તે આપણાં માટે સંકટ બની જશે

15 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- યશોદાજી કઇંક કામ કરી રહ્યા હતાં અને થોડા ગોવાળિયા તેમની પાસે પહોંચ્યા અને કહ્યું- મૈયા કનૈયાએ માટી ખાઈ લીધી છે.

યશોદાજીએ બલરામને પૂછ્યું, દાઊ, શું આ બધા સાચું બોલી રહ્યા છે?

બલરામે કહ્યું- હા મૈયા, કનૈયો માટી ખાઈ રહ્યો છે.

યશોદાજીએ બધાની વાતો સાંભળ્યા પછી કનૈયાને પકડ્યો અને પૂછ્યું, તે માટી કેમ ખાધી?

કનૈયાએ કહ્યું, મૈયા, મેં માટી ખાધી નથી. તમે હંમેશાં આ લોકોની વાતો સાચી માની લો છો. લો, મારું મોં તમારી સામે છે, તમારી આંખેથી જ જોઈ લો.

યશોદાજીએ કનૈયાને મોં ખોલવા માટે કહ્યું ત્યારે તેમણે મોં ખોલ્યું, યશોદા માતાએ જેવું કૃષ્ણના મુખમાં જોયું તેઓ આશ્ચર્ય થઈ ગયાં. કેમ કે કૃષ્ણના મુખમાં તો સંપૂર્ણ જગત સમાયેલું હતું. બધી જ દિશાઓ, પહાડ, ટાપુ, પૃથ્વી બધું જ કૃષ્ણના મુખમાં જોવા મળ્યું હતું.

આ જોઈને યશોદાજી વિચારવા લાગ્યા કે આ કોઈ ઇન્દ્રજાળ છે કે મારો દીકરો છે. થોડીવાર પછી યશોદા માતા બેભાન થઈ ગયાં. થોડીવાર પછી યશોદાજીને ભાન આવ્યું ત્યારે તેમણે જોયું કે આ તેમનો દીકરો જ છે. તે પછી તેમણે કૃષ્ણને ગળે લગાવી લીધા.

ત્યારે અનેક ગોવાળિયાએ કૃષ્ણને પૂછ્યું, આ બધું શું છે?

કૃષ્ણએ જવાબ આપ્યો- સમજો તો લીલા છે અને ન સમજો તો જાદૂ.

કૃષ્ણના ભક્તોના મનમાં આ પ્રશ્ન હંમેશાં ઊભો થાય છે કે તેમણે પોતાની માતાને મુખમાં સંપૂર્ણ બ્રહ્માંડ કેમ બતાવ્યું? જ્યારે માટી ખાધી ત્યારે માતા સામે ખોટું કેમ બોલ્યાં?

જોકે, કૃષ્ણ પોતાની લીલા દ્વારા એક સંદેશ આપવા ઇચ્છતા હતા કે હું જે પણ કામ કરું છું, તેમાં પ્રતિકાત્મક રીતે એક બોધપાઠ હોય છે. મેં માટી નથી ખાધી, હું તે જણાવવા ઇચ્છતો હતો કે મારા સાથી ગોવાળિયાઓ જે પૃથ્વી ઉપર ફરે છે અને ગંદકી કરે છે, તેને માન આપવા માટે ધરતીના થોડા કણ મેં મારા મુખમાં રાખી લીધા. જ્યારે માતા મારી ઉપર ગુસ્સો કરી રહ્યા હતાં, જ્યારે હું માતાને તે જણાવવા ઇચ્છતો હતો કે મારા મુખમાં માટી નહીં, પૃથ્વીનું તે સ્વરૂપ છે, જેને બધાએ સન્માન આપવું જોઈએ.

બોધપાઠ- શ્રીકૃષ્ણએ બોધપાઠ આપ્યો કરે જે પૃથ્વી ઉપર આપણે ગંદકી ફેલાવીએ છીએ, નદીઓને દૂષિત કરીએ છીએ, વૃક્ષને કાપીએ છીએ, તે પૃથ્વીને શ્રીકૃષ્ણ પણ ખૂબ જ સન્માન આપે છે. એટલે આપણે પણ જમીન ઉપર ગંદકી ફેલાવીને તેને અપમાનિત કરવી જોઈએ નહીં. જો આપણે ધરતીને, નદીઓને ગંદી કરીશું, વૃક્ષોને કાપીશું તો ભવિષ્યમાં મનુષ્યો માટે સંકટ ઊભો થઈ જશે.