આજનો જીવનમંત્ર:આપણો આજનો નિર્ણય ભવિષ્યમાં ખૂબ જ મોટું પરિણામ આપનાર હોય છે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

ભગવાન શ્રીકૃષ્ણ જે પણ કામ કરતાં હતાં, તે સંપૂર્ણ યોજના સાથે કામ કરતાં હતાં. શ્રીકૃષ્ણએ જ્યારે અવતાર લીધો હતો, ત્યારે તે સંપૂર્ણ યોજના સાથે લીધો હતો.

શ્રીકૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકીએ કંસને વચન આપ્યું હતું કે અમે અમારા આઠ સંતાનો તમને સોંપી દઇશું. તેમણે છ સંતાન કંસને સોંપી દીધા હતાં અને કંસે તેમને મારી નાખ્યા હતાં.

સાતમા સંતાનનો જન્મ થવાનો હતો. તે સમયે શ્રીકૃષ્ણએ યોગમાયાને કહ્યું, મારી માતાના સાતમા ગર્ભને ગોકુળમાં વસુદેવજીની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં પહોંચાડી દો. કંસને જાણ થશે કે સાતમા સંતાનનું ગર્ભપાત થઈ ગયું છે. તે પછી તમે યશોદાજીના ગર્ભમાંથી જન્મ લેજો. આઠમા સંતાન તરીકે હું દેવકીજીના ગર્ભમાંથી જન્મ લઇશ. મારા પિતા વસુદેવજી મને યશોદાજીને ત્યાં છોડશે અને તમને અહીં લઇને આવશે. કંસ આઠમા સંતાન તરીકે તમને સમજશે. તમે યોગમાયા છો, તમે જાણો છો કે તમારે તે પછી શું કરવાનું છે.

જેમ મેં જણાવ્યું છે, ઠીક તેવું જ થઈ જશે તો મારો પણ જન્મ તેવી જ રીતે થશે, જેમ અમે વિચાર્યું છે. મારે કંસના અત્યાચારોથી લોકોને મુક્તિ અપાવાની છે. તેના માટે આપણે યોજના બનાવીને જ કામ કરવાનું રહેશે.

યોગમાયાએ ઠીક કેવું જ કર્યું, જેવું શ્રીકૃષ્ણ ઇચ્છતાં હતાં.

બોધપાઠ- શ્રીકૃષ્ણ પાસેથી બોધપાઠ લઇ શકીએ છીએ કે આપણે જે કામ કરીએ, તેમાં દૂરદૃષ્ટિ હોવી જોઈએ. આપણો આજનો નિર્ણય ભવિષ્ય માટે ખૂબ જ મોટું પરિણામ આપનાર રહેશે. આપણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ઉપર નજર રાખવી જોઈએ. સારી રીતે સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ.