તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:બાળકના સ્વભાવને જોઈને સમજી શકાય છે, તેઓ ભવિષ્યમાં શું કરશે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવામાં આવી રહ્યો હતો. કૃષ્ણ ખૂબ જ નાના હતાં. ભગવાન શિવજીએ વિચાર્યું કે આ જન્મોત્સવમાં તેમણે જવું જોઈએ. ત્યાં જઈને ભગવાન વિષ્ણુના અવતાર બાળ સ્વરૂપ કૃષ્ણના દર્શન કરવા જોઈએ. આ મારું સૌભાગ્ય હશે.

શિવજી વેષ બદલીને ગોકુળ પહોંચી ગયાં. તેઓ એક એવા સાધુ સ્વરૂપમાં હતાં જેઓ લોકોને તેમનું ભવિષ્ય જણાવતાં હતાં. યશોદાના દ્વારે ઊભા રહીને સાધુએ કહ્યું, હું આ બાળકનું ભવિષ્ય જણાવી શકું છું, પરંતુ પહેલાં તેને તમારે મારા ખોળામાં આપવો પડશે. સાધુનું સ્વરૂપ એવું હતું કે કોઈપણ માતા પોતાના બાળકને તેમના ખોળામાં આપવા ઇચ્છે નહીં, પરંતુ કૃષ્ણનું ભવિષ્ય જાણવાની ઉત્સુકતામા યશોદાએ બાળકૃષ્ણને સાધુના ખોળામાં આપી દીધું.

સાધુ સ્વરૂપમાં શિવજીએ કૃષ્ણને ખોળામાં લઇને તેમના પગનો સ્પર્શ કર્યો. યશોદાએ કહ્યું, તમે પગને કેમ જોઈ રહ્યા છો? હાથ જોઈને તેનું ભવિષ્ય જણાવો.

સાધુએ કહ્યું, અમે પગની રેખાઓ જોઈને ભવિષ્ય જણાવીએ છીએ. ત્રણ વાતો જોવા મળી રહી છે, પહેલી, આ બાળક મોટો થઈને ખૂબ જ દૂર જશે. બીજું, તે ખૂબ યાત્રાઓ કરશે. ત્રીજી, આ બાળક ધરતી ઉપર ધર્મની સ્થાપના કરશે.

આ વાત સાંભળતા જ યશોદાએ બાળકને સાધુ પાસેથી તરત લઈ લીધો અને કહ્યું, બાબા તમે જાવ.

યશોદા ચિંતિત થઈ ગઈ કે કૃષ્ણ જો દૂર જતાં રહેશે તો મારું શું થશે? યશોદા ખૂબ જ સમજદાર માતા હતી. તેમને સમય રહેતા એવા સંકેત મળી ગયા હતા કે ઘરમાં જે બાળક આવ્યું છે, તે એક દિવસ દૂર જશે, મોટું કામ પણ કરશે અને યાત્રાઓ પણ કરશે. યશોદાએ કૃષ્ણનો ઉછેર કરતી સમયે આ ત્રણેય વાતોનું ધ્યાન રાખ્યું.

બોધપાઠ- યશોદાએ આપણને બોધપાઠ આપ્યો છે કે માતા-પિતાને બાળપણથી જ બાળકો અંગે થોડા સંકેત મળવા લાગે છે. સમજદાર માતા-પિતા આ સંકેત સમજી જાય છે કે બાળકો મોટા થઈને કયા-કયા કામ કરી શકે છે. માતા-પિતાએ આ સંકેતોને ધ્યાનમાં રાખીને બાળકોનો ઉછેર કરવો જોઈએ.