આજનો જીવનમંત્ર:માતા પોતાના બાળકોને સારા સંસ્કાર આપશે તો તેમને સુખ-શાંતિ અને સફળતા સાથે સન્માન પણ મળશે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

એક દિવસ કૈલાશ પર્વત ઉપર દેવી પાર્વતીની બે સખી તેમની પાસે આવી. સખીઓએ દેવીને કહ્યું, શિવજીના અનેક ગણ તેમની સેવામાં રહે છે. લગ્ન પછી જ્યારે તમે અહીં આવીને રહેવા લાગ્યા છો ત્યારે તે ગણ થોડી મર્યાદા માનતા નથી. તેઓ મંજૂરી વિના તમારા કક્ષમાં પ્રવેશ કરી જાય છે. અમારી તો કોઈ વાત માનતા નથી. શિવજી પાસે આટલાં ગણ છે તો તમારે પણ તમારા માટે એક ગણની રચના કરવી જોઈએ.

પાર્વતીજીને પણ આ વાત યોગ્ય લાગી. કોઈ તો હોવું જોઈએ કે જે લોકોને મંજૂરી વિના કક્ષમાં આવવાથી રોકી શકે.

શિવજીના ગણ કહેતા હતા કે દેવી તો અમારી માતા છે અને અમે તેમના કક્ષમાં જઈ શકીએ છીએ. તે પછી એક દિવસ જ્યારે દેવી પાર્વતી સ્નાન કરી રહ્યાં હતા ત્યારે શિવજી કક્ષમાં પ્રવેશ કરી ગયાં. પાર્વતીજીને થોડી શરમ આવી ગઈ. તેમણે વિચાર્યું કે મારી સખીઓ યોગ્ય કહી રહી હતી કે કોઈ તો હોવું જોઈએ કે મારી મંજરી વિના અન્ય લોકોને મારા કક્ષમાં આવવાથી રોકે. એક સેવક હોવો જોઈએ, જે મારી આજ્ઞાનું પાલન કરે.

દેવી પાર્વતીએ પોતાના શરીરના મેલથી એક ચેતન પુરૂષની રચના કરી દીધી. તે ખૂબ જ સુંદર હતો, તેમાં કોઈ દોષ હતો નહીં. દેવી પાર્વતીએ તેને દિવ્ય આભૂષણ પહેરાવ્યા. દેવીએ તેને આશીર્વાદ આપ્યા કે આજથી તમે મારા પુત્ર છો. તમે મને સૌથી પ્રિય છો.

દેવીએ તે બાળકનું નામ ગણેશ રાખ્યું. ગણેશજીએ પૂછ્યું, જણાવો હું તમારી શું સેવા કરું?

દેવીએ કહ્યું, આજથી તમે મારા દ્વારપાળ છો. મારી આજ્ઞા વિના કોઈપણ મારા કક્ષમાં ન આવવા જોઈએ.

આવું કહીને દેવીએ તેના હાથમાં એક છડી પણ આપી દીધી, જેને દંડ કહેવામાં આવે છે. દેવીએ ગણેશને ગળે લગાવ્યા અને પોતાના દ્વાર ઉપર ઊભા કરી દીધા. તે પછી ગણેશજી દેવીના કક્ષ બહાર રખેવાળી કરવા લાગ્યાં.

બોધપાઠ- ગણેશજીની જન્મ કથાની ખાસ વાત એ છે કે સૌથી પહેલી અને દૃઢ આજ્ઞા માતાની માની લેવામાં આવી છે. આ કથાથી આપણને બે બોધપાઠ મળે છે. પહેલો, સંતાનને માતાની આજ્ઞા દરેક પરિસ્થિતિમાં માનવી જોઈએ. બીજો, માતાની એ જવાબદારી હોય છે કે તે પોતાની સંતાનને શ્રેષ્ઠ સંસ્કાર, શ્રેષ્ઠ ગુણ આપે. દરેક માતાએ પોતાની સંતાનમાં પોતાના સ્વભાવની સારી વાતોનો બોધપાઠ આપવો જોઈએ.