આજનો જીવનમંત્ર:જે ધન આપણી મહેનત અને આપણી વસ્તુઓ દ્વારા પ્રાપ્ત થાય છે, તે આપણાં હકનું ધન હોય છે

11 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલો એક કિસ્સો છે. એક દિવસ તેમની રાજસભામાં એક મહાત્મા આવ્યાં. રાજાએ તેમને પૂછ્યું, હું તમારી શું સેવા કરી શકું છું?

મહાત્માએ કહ્યું, મને ભૂખ લાગી છે, કૃપા કરીને ભોજન આપો.

રાજાએ મહાત્માજીને ભોજન કરાવવાનો આદેશ આપ્યો. જ્યારે ભોજન સામે આવ્યું ત્યારે સંતે રોટલી જોઈને રાજાને કહ્યું, રાજન, તમે જે ભોજન આ થાળમાં રાખ્યું છે, તે હકનું તો છે ને? હક એટલે અધિકાર.

આ વાત સાંભળીને વિક્રમાદિત્ય આશ્ચર્ય પામ્યા કે આ હકનું ભોજન શું હોય છે? રાજાએ કહ્યું, તમે જણાવો, મેં તો પહેલીવાર સાંભળ્યું કે હકનું પણ ભોજન હોય છે.

સંતે કહ્યું, ગામમાં ફરીને આવ્યો અને ત્યાં તમને એક વૃદ્ધ વ્યક્તિ મળશે. તેમને પૂછો.

જ્યારે રાજાએ જણાવેલી જગ્યાએ રાજા પહોંચ્યા ત્યારે ત્યાં એક વણકર કામ કરી રહ્યો હતો. રાજાએ તે વણકરને પૂછ્યું, આ હકનું ભોજન કોને કહેવાય છે?

તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, આજે મારા આ પતરાળમાં જે ભોજન છે, તેમાં અડધું ભોજન હકનું છે અને અડધું હક વિનાનું છે.

રાજાએ વૃદ્ધ વ્યક્તિને કહ્યું, કૃપા કરીને આ વાત મને યોગ્ય રીતે સમજાવો.

વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, એક દિવસ હું સૂતર કાંતી રહ્યો હતો અને અંધારું થઈ ગયું ત્યારે મેં એક દીવો પ્રગટાવ્યો અને હું મારું કામ કરવા લાગ્યો. તે સમયે મારા ઘર પાસે એક જુલૂસ શરૂ થયું. જુલૂસમાં સામેલ લોકોના હાથમાં મશાલ હતી. મારા મનમાં લાલચ આવી ગયું ત્યારે મેં દીવો ઓલવી દીધો અને તેમની મશાલોમાં પોતાનું કામ કરવા લાગ્યો. તે કામથી મને જે ધન મળ્યું, તેનાથી મેં આ અનાજ પ્રાપ્ત કર્યું છે. આ અનાજ અડધા હકનું અને અડધું હક વિનાનું મળ્યું છે. આ અનાજ અડધા હકનું છે અને અડધું હક વિનાનું છે એટલાં માટે કેમ કે જેટલું કામ મેં તે લોકોની મશાલના પ્રકાશમાં કર્યું હતું, તેટલું ધન તે લોકોના હકનું છે.

આ વાત સાંભળીને રાજા સમજી ગયા કે હકનું ભોજન કોને કહેવાય છે.

બોધપાઠ- જ્યારે પણ કોઈ કામ કરો ત્યારે અન્ય લોકોને તેમના કામનું ક્રેડિટ ચોક્કસ આપો. હંમેશાં ધ્યાન રાખો, કઈંક મેળવવા માટે સૌથી પહેલાં તમારા સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જો અન્ય લોકોના સાધનનો ઉપયોગ કર્યો છે તો તેમને શ્રેય ચોક્કસ આપો. આપણાં હકનું આપણી મહેનત અને આપણી વસ્તુઓથી જ પ્રાપ્ત કર્યું હોવું જોઈએ.