આજનો જીવનમંત્ર:જેટલી સારી વાતો આપણે કરીએ છીએ, ઠીક તેવું જ આપણું આચરણ પણ હોવું જોઈએ

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- જવાહરલાલ નહેરૂના પિતા મોતીલાલ નહેરૂનો સ્વભાવ ખૂબ જ કડક હતો. તેઓ અનુશાસન પ્રિય હતાં અને આઝાદીની લડાઈમાં સક્રિય પણ હતાં. જવાહર તે સમયે નાના હતાં. યુવા જવાહર ઉપર પિતાની ગતિવિધિઓની અસર પણ હતી.

જવાહર જોતા હતાં કે મારા પિતા ભારતને આઝાદ કરાવવા ઇચ્છે છે. એક દિવસ એવી ઘટના ઘટી કે મોતીલાલજી જવાહર ઉપર ગુસ્સે તો થયાં, પરંતુ પોતાના દીકરાનો ઉત્તર સાંભળીને ચૂપ પણ થઈ ગયાં.

મોતીલાલજીએ એક પોપટ પાળી રાખ્યો હતો. કે પોપટ મોતીલાલજીને ખૂબ જ પ્રિય હતો. તેઓ આવજા-જતાં તે પોપટ સાથે વાત પણ કરતાં હતાં. એક દિવસ તેઓ બહારથી ઘરે આવ્યાં ત્યારે તેમણે જોયું કે પિંજરું ખાલી છે, પોપટ ઊડી ગયો છે. તેમણે કર્મચારીઓને પૂછ્યું તો તેમણે ડરીને જણાવ્યું કે આ પોપટ તો જવાહરે ઉડાડી દીધો છે.

આ કામ પછી જવાહર પણ ડરી ગયાં હતાં. મોતીલાલજીએ કડક અવાજમાં જવાહરને પૂછ્યું, તે પોપટ તેમ ઉડાડી દીધો?

હિંમત કરીને જવાહર બોલ્યાં, તમે આઝાદીની વાત કરો છો, આઝાદીની લડાઈ લડી રહ્યા છો, તમારા વિચારોમાં, તમારા પ્રવચનોમાં આઝાદીની વાતો આવે છે અને તમે એક પોપટને ગુલામ બનાવીને રાખ્યો હતો. મેં તમારી જ વાતથી પ્રભાવિત થઈને પોપટને આઝાદ કરી દીધો.

મોતીલાલ નહેરૂ ચૂપ થઈ ગયા અને પોતાના દીકરાના માથા ઉપર હાથ રાખીને બોલ્યાં, જવાહર આજે તમે આ ઘટનાથી મારી આંખ ખોલી દીધી છે. જેવું કહેવામાં આવે, તેવું આચરણ પણ કરવું જોઈએ.

બોધપાઠ- જો આપણે કોઈને સારા કામ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ તો સારી વાતો આપણે પણ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. આપણે કશુંક સારું કહી રહ્યા છીએ, થોડું સારું કરી રહ્યા છીએ તો તેવું જ આચરણ અંગત જીવનમાં થવું જોઈએ.