વાર્તા- શ્રીકૃષ્ણના પિતા વસુદેવ અને નારદ મુનિ વચ્ચે સત્સંગ ચાલી રહ્યો હતો. વસુદેવજીએ થોડા પ્રશ્ન પૂછ્યા તો જવાબમાં નારદજીએ એક કથા સંભળાવી.
ઋષભ દેવના નવ પુત્ર હતાં, જેમને નવ યોગિશ્વરોના નામથી ઓળખવામાં આવે છે. ઋષભજી રાજા પ્રિયવ્રતના પુત્ર હતાં. જોકે, ઋષભ દેવના સો પુત્ર હતાં, તેમાં સૌથી મોટા પુત્રનું નામ ભરત હતું. આપણાં દેશનું નામ ભારતવર્ષ તેમના નામ પરથી જ પડ્યું છે. આ પહેલાં ભારતને અજનાભવર્ષના નામથી ઓળખવામાં આવતું હતું.
ઋષભ દેવના પુત્ર ભરત પછી 99 પુત્રોમાંથી 9 પુત્ર 9 ટાપુમાં સ્થાપિત થઈ ગયા અને 81 પુત્ર કર્મકાંડના રચયિચતા બ્રાહ્મણ થઈ ગયાં. અન્ય 9 પુત્ર સંન્યાસી બની ગયા અને આખા સંસારને જ્ઞાન વહેંચવા લાગ્યાં. તેમના નામ કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપલાયન, આવિર્હોત, દ્રુમિલ, ચમસ અને કર્ભાજન હતાં.
આ 9 સંન્યાસી પુત્રોનું એક જ કામ હતું, વિવિધ જગ્યાએ ફરીને લોકોના જીવનની સમસ્યાઓનું સમાધાન શોધવું. આ બધા જ રાજાના પુત્રો હતાં અને અને જ્યારે તેમને કોઈ પૂછતું કે તમે બધા રાજાના દીકરા છો, તમે ઇચ્છો તો પોતાના અન્ય ભાઈઓની જેમ રાજ-કાજ કરી શકો છો. તમે કેમ જંગલ-જંગલ ભટકીને પ્રવચન આપો છો, લોકોને સમજાવો છો, તમે તો તપ કરો જ છો.
બધા જ 9 પુત્રો આ સવાલના જવાબમાં કહેતાં હતા, અન્ય લોકોનું દુઃખ રાજા પણ દૂર કરે છે અને આપણે પણ દૂર કરીએ છીએ. રાજા ભૌતિક સુખ આપે છે, ભૌતિક દુઃખ દૂર કરે છે. અમે યોગીશ્વર છીએ, લોકોને આત્મિક સુખ આપીએ છીએ અને તેમના માનસિક દુઃખ દૂર કરીએ છીએ. આ પણ એક મોટું કામ છે.
બોધપાઠ- કર્તવ્ય નિભાવવા માટે, સમાજ સેવા કરવા માટે અમારી પાસે સત્તા હોય, ધન હોય, એ જરૂરી નથી. સેવા કોઈપણ સ્તરે કરી શકાય છે. દરેક વ્યક્તિ સેવા કાર્ય કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.