આજનો જીવનમંત્ર:જ્યારે આપણાં ઘરે કોઈ સંત-મહાત્મા કે ગુરુ આવે છે ત્યારે બધું જ કામ છોડીને તેમનું સ્વાગત કરવું જોઈએ

14 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રામાયણમાં હનુમાનજી લંકામાં પ્રવેશ કરી ગયા હતાં, પરંતુ તેમને કોઈ જગ્યાએ સીતા માતા જોવા મળ્યા નહીં. હનુમાનજી લંકાના એક-એક મહેલમાં ગયાં. ત્યાં હનુમાનજીને અનેક મહિલાઓ જોવા મળી હતી, ભોગ-વિલાસનું વાતાવરણ હતું. રાક્ષસો સાથે જ મહિલાઓ પણ દારૂ પી રહી હતી.

લંકામાં ઘણી શોધ કર્યા પછી હનુમાનજીએ વિચાર્યું કે આવા વાતાવરણમાં દેવી સીતા ક્યાં હોઈ શકે છે? તેમણે ક્યારેય સીતાજીને જોયા પણ હતા નહીં. ત્યારે જ એક મોટા મહેલમાં હનુમાનજીએ પ્રવેશ કર્યો. મહેલમાં અનેક દાસ અને દાસીઓ હતાં. એક મોટાં રૂમમાં હનુમાનજીએ જોયું કે રાવણ સૂતો છે.

દસ માથાવાળા રાવણને ઓળખવામાં હનુમાનજીને એક ક્ષણ પણ લાગ્યો નહીં. ત્યાં અન્ય પણ મહિલાઓ હતી, બધા જ નશામાં હતાં. હનુમાનજીએ જોયું કે રાવણ સૂઇ રહ્યો છે. હનુમાનજીએ વિચાર કર્યો કે રાવણ સૂઇ રહ્યો છે, પરંતુ તે નિદ્રા હતી નહીં, તે નશામાં હતો. પરંતુ સીતાજી કોઈ સ્થાને જોવા મળ્યા નહીં.

એકવાર તો હનુમાનજી નિરાશ થઈ ગયાં. તેઓ વિચાર કરવા લાગ્યા કે સીતાજીની સૂચના લીધા વિના શ્રીરામ પાસે કઈ રીતે જઈશ? તેમણે નક્કી કર્યું કે સૂચના મેળવ્યા વિના હું પાછો ફરીશ નહીં.

હનુમાનજીએ આંખ બંધ કરી અને શ્રીરામ સાથે માનસિક ચર્ચા કરીને નિવેદન કર્યું કે તમે થોડી મદદ કરો. તે પછી હનુમાનજીએ એક મહેલ જોયો, જે જોઈને તેઓ આશ્ચર્ય પામ્યાં. તેમણે મહેલમાં જોયું કે અહીં એક મંદિર બનેલું છે. હનુમાનજીએ વિચાર્યું કે રાવણ તો સંસારના બધા મંદિર તોડવાનું કામ કગરે છે, પરંતુ અહીં મંદિર બનાવવા દીધું.

હનુમાનજીને સમજાઈ ગયું કે બસ આ જ જીવન છે. હું નિરાશામાં ડૂબી ગયો હતો, પરંતુ હવે અહીં એક મંદિર મળ્યું છે તો તેનો અર્થ એવો થાય છે કે હવે બધું જ શુભ થશે.

બોધપાઠ- હનુમાનજીનો આ કિસ્સો આપણને બે બોધપાઠ આપી રહ્યો છે. પહેલો, આપણાં ઘરમાં જ્યારે કોઈ સંત-મહાત્મા, ગુરુ આવે છે ત્યારે આપણે બધું જ કામ છોડીને તેમનું સ્વાગત કરવું જોઈએ. બીજો બોધપાઠ એ છે કે અહીં હનુમાનજીએ નિરાશાથી જણાવ્યું કે આપણે થાકવું જોઈએ નહીં. હનુમાનજી સામે રાવણના મહેલોમાં ભોગ-વિલાસની વસ્તુઓ પછી એક મંદિર આવ્યું હતું. ખરાબ સમય પછી સારો સમય ચોક્કસ આવે છે, એટલે હંમેશાં પોઝિટિવ રહેવું જોઈએ. અસફળ થયા પછી પોઝિટિવ વિચાર સાથે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કામની ફરીથી શરૂઆત કરવી જોઈએ.