આજનો જીવનમંત્ર:દરેક વ્યક્તિને ભગવાને થોડા ખાસ ગુણ આપ્યાં છે, તેનો દુરૂપયોગ કરવો જોઈએ નહીં

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ગુરુ નાનક ભ્રમણ કરતા હતાં. એકવાર ગુરુ નાનક અને તેમની સાથે બે શિષ્યો મરદાના અને બાલા ભ્રમણ કરીને કામરૂપ નામના સ્થાને પહોંચ્યાં. આ નાનો દેશ હતો. ત્યાંના લોકો કાળો જાદૂ કરવામાં ખૂબ જ પ્રખ્યાત હતાં.

બંને શિષ્યોએ ગુરુ નાનકને કહ્યું, આપણે અહીં સાવધાન રહેવું જોઈએ.

નાનકે હસીને કહ્યું, સૌથી મોટો જાદૂગર તો ઉપર બેઠો છે, તેની જ તાકત હોય છે, તે જાદૂ બની જાય છે. તે પછી નાનકજી બોલ્યાં, ચલો ભોજનની કોઈ વ્યવસ્થા કરીએ.

નાનક જી અને બાલા જંગલમાં બેસી ગયાં, મરદાના ભોજન-પાણીની વ્યવસ્થા કરવા માટે નગર તરફ જતો રહ્યો. એક નદી કિનારે તે રોકાયો. કામરૂપ દેશની રાણીની બે સેવિકાઓ ત્યાં આવી, તેમણે મરદાનાને કઇંક પૂછ્યુ અને કહ્યું, જ્યારે તમે ઉત્તર આપો છો ત્યારે તમારા મોંમાંથી બકરા જેવો અવાજ આવે છે જેથી તમને બકરો બનાવી દેવામાં આવે તો.

બંને સેવિકાઓએ મરદાનાને જાદૂ કરીને બકરો બનાવી દીધો. જ્યારે લાંબા સમય પછી પણ મરદાના ગુરુ નાનક પાસે પહોંચ્યો નહીં ત્યારે નાનકજી બાલા સાથે નગર તરફ રવાના થયાં.

નદી કિનારે પહોંચ્યાં ત્યારે નાનકજીએ જોયું કે બે યુવતીઓ ઊભી છે અને એક બકરા સ્વરૂપમાં મરદાના બોલી રહ્યો છે. ગુરુ નાનક સમજી ગયાં. તે યુવતીઓએ જાદૂનો ઉપયોગ નાનકજી અને બાલા ઉપર પણ કર્યો, પરંતુ નાનકજી હસ્યાં ત્યારે તેમાંથી એક યુવતી જાતે જ બકરો બની ગઈ અને બીજી જડ થઈ ગઈ, તેનો હાથ જેટલો ઊંચો થયો, ત્યાં જ અટકી ગયો. તે પત્થર બની ગઈ.

આ ઘટના ત્યાંની રાણીને જાણ થઈ ત્યારે તે પણ ત્યાં પહોંચી ગઈ. જાદૂ કરવાની કોશિશ તેણે પણ કરી, પરંતુ તે જાણકાર હતી એટલે સમજી ગઈ કે સામે જે વ્યક્તિ છે, તે કોઈ મહાન આત્મા છે. જાદૂની અસર તે વ્યક્તિ ઉપર થશે નહીં. રાણીએ નાનકજીને પ્રણામ કર્યા અને માફી માગી.

નાનકજીએ તેને માફ કરી દીધી, કેમ કે તેઓ સંત હતાં. તેમણે રાણીને કહ્યું, એક વાત યાદ રાખવી, જાદૂ પરમાત્માની શક્તિનો દુરૂપયોગ છે. ઈશ્વર દરેક વ્યક્તિની અંદર સમાન રૂપથી વસે છે. તમે તેનો સદુપયોગ કરો છો કે દુરૂપયોગ, તે તમારા ઉપર જ નિર્ભર કરે છે. મેં પરમાત્માની શક્તિનો સદુપયોગ કર્યો, અમારું રક્ષણ થયું. તમે દુરૂપયોગ કરો છો, કોઈ દિવસ તમારું નુકસાન થશે. પરમાત્મા દ્વારા આપવામાં આવેલી શક્તિનો દુરૂપયોગ ન કરો.

બોધપાઠ- દરેક વ્યક્તિને ઈશ્વરે થોડા એવા ગુણ આપ્યાં છે, આપણે તે ગુણોનો ખોટો ઉપયોગ કરવો જોઈએ નહીં.