તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Gautam Buddha, We Should Remember These Tips For Happiness And Success

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:જીવનમાં જ્યારે વધારે સમસ્યાઓ આવી જાય અને કોઇ સમાધાન ન જોવા મળે તો ધૈર્ય ધારણ કરો

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • બુદ્ધે પોતાના શિષ્ય આનંદને પાણી લેવા માટે તળાવ મોકલ્યો, પરંતુ પાણી ખૂબ જ ગંદુ હતું, ત્યારે બુદ્ધે કહ્યું કે, થોડીવાર ત્યાં રોકાઇ જાવ અને પછી પાણી લઇને આવો

વાર્તા- ગૌતમ બુદ્ધ એક દિવસ તેમના શિષ્ય આનંદ સાથે કોઇ જંગલમાંથી પસાર થઇ રહ્યા હતાં. રસ્તામાં તેમને તરસ લાગી ત્યારે તેમણે આનંદને કહ્યું, પાસે જ એક તળાવ જોવા મળી રહ્યું છે. ત્યાં જઇને પીવાનું પાણી લઇ આવો.

થોડીવારમાં આનંદ તે તળાવ પાસે પહોંચી ગયો. ત્યાં પહોંચીને તેણે જોયું કે એક બળદગાડુ તળાવમાંતી પસાર થયું તો પૈડાના કારણે પાણી ખૂબ જ ગંદુ થઇ ગયું. નીચેની માટી ઉપર દેખાવા લાગી છે. આનંદ ગંદું પાણી લઇને પાછો ફર્યો. તેમણે બુદ્ધને કહ્યું, ત્યાંનું પાણી ખૂબ જ ગંદુ છે, પીવા યોગ્ય નથી.

બુદ્ધે કહ્યું, એક કામ કરો, થોડીવાર પાણી પાસે બેસી જાવ.

બુદ્ધની વાત માનીને આનંદ તળાવ પાસે ફરીથી પહોંચી ગયો અને ત્યાં કિનારા પાસે જઇને બેસી ગયો. થોડા સમય પછી પાણી શાંત થઇ ગયું અને ધીમમે-ધીમે માટી નીચે બેસી ગઇ. ઉપર વહેતું પાણી એકદમ સાફ થઇ ગયું.

આનંદ સાફ પાણી જોઇને સમજી ગયો કે બુદ્ધ શું સમજાવવા માગે છે. તે પાણી લઇને બુદ્ધ પાસે પાછો ફર્યો.

બુદ્ધે કહ્યું, જીવનમાં અનેકવારા આવી પરિસ્થિતિ બને છે, જ્યારે આપણને કોઇ સમાધાન જોવા મળતું નથી. આપણે વિચારીએ છીએ કે હવે ખબર નહીં શું થશે? જે પ્રકારે પાણીમાં હલચલથી પાણી ગંદુ થઇ જાય છે અને થોડીવાર પછી જ્યારે ગંદકી નીચે બેસી જાય છે ત્યારે પાણી સાફ થઇ જાય છે. વિપરીત પરિસ્થિતિઓમાં આપણે ધૈર્યથી કામ લેવું જોઇએ. થોડા સમય પછી પરિસ્થિતિ સામાન્ય થવા લાગશે.

બોધપાઠ- ખરાબ સમયમાં આપણું મન અસ્થિર થઇ જાય છે. આવી પરિસ્થિતિઓમાં મનને નિયંત્રિત કરવા માટે ધૈર્ય ખૂબ જ મદદ કરે છે. જે લોકોને મેડિટેશનનો અભ્યાસ છે, તેઓ મનને ખૂબ જ જલ્દી શાંત કરી શકે છે. ધૈર્યથી ખરાબ સમય સામે લડી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો