આજનો જીવનમંત્ર:વ્યક્તિના શરીરનું લોહી અને તેના એક-એક અંગ ખૂબ જ કિંમતી છે, એટલે કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી ઘટના છે. તે સમયે શાક્યો અને કોલિયોની વચ્ચે પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પાણી રોહિણી નદીનું હતો. બંને જ રાજ્ય આ નદીના પાણીનો ઉપયોગ કરવા ઇચ્છતા હતાં, પરંતુ અન્ય રાજ્યને પાણી આપવા ઇચ્છતાં નહીં.

વિવાદ એટલો વધી ગયો કે યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ. બંને રાજ્યો તરફથી લોહી વહાવી દઈશું, પરંતુ પાણી આપીશું નહીં એવા નારા બોલવામાં આવી રહ્યાં હતાં. તે સમયે ગૌતમ બુદ્ધ આ રાજ્યો તરફથી પસાર થઈ રહ્યા હતાં. તેમણે બધાને લડતા જોયા અને તે રોકાઈ ગયાં.

બુદ્ધે બધા લોકોને પૂછ્યું, શું વાત છે, તમે બધા ઝઘડો કેમ કરી રહ્યા છો?

લોકો નારા લગાવી રહ્યા હતાં કે લોહી વહાવી દઈશું. બુદ્ધે પૂછ્યું, લોહી તો વહાવી દેશો, પરંતુ તે જાણાવો કે કોના માટે લોહી વહાવશો?

લોકોએ જવાબ આપ્યો, નદીના પાણી માટે

બુદ્ધે પૂછ્યું, તમે બધા જણાવો, પાણીની કિંમત શું છે?

બધાએ કહ્યું, પાણીની કોઈ કિંમત નથી, પાણી તો પાણી છે.

બુદ્ધે ફરી પૂછ્યું, જણાવો યોદ્ધાના લોહીની કિંમત શું છે?

બધા લોકો એકબીજાને જોવા લાગ્યાં, પરંતુ કોઈ કશું જ બોલ્યાં નહીં. ત્યારે બુદ્ધે કહ્યું, વ્યક્તિનું લોહી ખૂબ જ કિંમતી છે. તેને પાણી માટે તો વહાવવું જોઈએ નહીં.

આ વાત બંને રાજ્યોના લોકો સમજી ગયા અને યુદ્ધ ત્યાં જ પૂર્ણ થઈ ગયું.

બોધપાઠ- આ વાર્તા આપણને સમજાવી રહી છે કે આજના સમયમાં ભૌતિક સુખ-સુવિધાઓ માટે વ્યક્તિ એકબીજા સાથે લડે છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણાં શરીરની પોતાની ઉપયોગિતા છે. આપણાં શરીરનું લોહી, તેનું એક-એક અંગ બહારની દરેક વસ્તુ કરતા વધારે કિંમતી છે. એટલે સુખ-સુવિધાની વસ્તુઓ માટે કોઈ વ્યક્તિને માનસિક અને શારીરિક રૂપથી નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.