આજનો જીવનમંત્ર:સંકટના સમયે પરિવારના લોકો પણ એક સીમા સુધી જ સાથ આપી શકે છે, એટલે માત્ર પોતના ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીમદ્ ભાગવતની કથા છે. હાથીઓનો એક રાજા ગજેન્દ્ર હતો. એકવાર તે પોતાની પત્ની, બાળકો, સંબંધીઓ અને મિત્રોને લઇને કોઈ સરોવરમાં સ્નાન કરવા માટે ઉતર્યો. સરોવરમાં સ્નાન કરતી સમયે મોટાભાગના લોકો પોતાની મર્યાદા ગુમાવી બેસે છે, એવું જ તેમની સાથે થયું.

સરોવરમાં તે સમયે એક શક્તિશાળી મગરમચ્છ હતો, તેણે રાજા ગજેન્દ્રનો એક પગ પકડી લીધો અને પાણીની અંદર ખેંચવા લાગ્યો. ગજરાજે પોતાના બધા સાથીઓ અને સંબંધીઓને કહ્યું, કોઈ મને અંદર તરફ ખેંચી રહ્યું છે, કૃપા કરીને મને બહાર ખેંચો, નહીંતર હું પાણીમાં ડૂબી જઈશ.

મગર ખૂબ જ બળવાન હતો. જે સાથીઓએ ગજેન્દ્રને પકડી રાથ્યો હતો, તેમણે વિચાર્યું કે જો આપણે ગજરાજને છોડીશું નહીં અને આવી રીતે જ પકડી રાખીશું તો બળવાન મગર તેમની સાથે આપણને પણ પાણીમાં ખેંચી લેશે. આવું વિચારીને બધાએ ધીમે-ધીમે ગજરાજનો સાથ છોડી દીધો.

ગજરાજે પાછળ જોયું તો બધા સાથી કિનારા ઉપર ઊભા હતાં. બધાએ કહ્યું કે અમે આનાથી વધારે તમારો સાથ આપી શકીશું નહીં. આ વાત સાંભળીને ગજરાજને ધ્યાન આવ્યું કે જે જીવનમાં સાથે આવ્યું છે, તે સાથે જશે. પરમાત્મા દરેક વ્યક્તિ સાથે આવે છે તો પરમાત્મા જ સાથે જશે. તેણે ભગવાન વિષ્ણુને યાદ કર્યાં. વિષ્ણુજીએ પોતાના સુદર્શન ચક્રથી મગરનો વધ કર્યો અને ગજરાજનો જીવ બચાવી લીધો.

સરોવરથી બહાર આવીને ગજરાજે કહ્યું, મને આ વાતનું જ્ઞાન યોગ્ય સમયે થઈ ગયું હતું કે આપણાં જન્મની સાથે આત્મા અને પરમાત્મા આવે છે અને તે જ આપણી મદદ કરે છે.

બોધપાઠ- આપણાં ઘર-પરિવારના લોકો અને મિત્રો પણ એક સીમા સુધી જ આપણો સાથ આપી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં માત્ર પરમાત્મા ઉપર વિશ્વાસ રાખશો તો આત્મવિશ્વાસ વધશે અને વિઘ્નો સામે લડવાની તાકાત મળતી રહેશે.