લગભગ 80 વર્ષ પહેલાની વાત છે. મુંબઈના પેડર રોડ ઉપર થોડા મજૂર એક લીલાછમ ઝાડને કાપી રહ્યા હતાં. એક સજ્જન તે મજૂર પાસે રોકાયા અને બોલ્યા, તમે આ ઝાડ કેમ કાપી રહ્યા છો? આ તો એક વ્યક્તિ સમાન છે.
મજૂરોએ જવાબ આપ્યો, અમને તો આદેશ મળ્યો છે, કેમ કે આ રસ્તો પહોળો કરવાનો છે.
તે સજ્જન વ્યક્તિએ કહ્યું, એક મિનિટ. મારું નિવેદન છે કે તમે એક કલાક રાહ જુઓ. ત્યાં સુધી હું કઈંક કરું છું.
મજૂરોએ તે વ્યક્તિની વાત માની લીધી અને નક્કી કર્યું કે આ ઝાડને એક કલાક પછી કાપી નાખીશું.
લગભગ એક કલાક પછી ત્યાં થોડા અન્ય અધિકારીઓ આવ્યાં. તેમણે તે ઝાડને ત્યાંથી ઉઘાડીને કોઈ દૂર સ્થાને લઇ જઈને પાછું રોપવાની વ્યવસ્થા કરી દીધી. ત્યારે મજૂરોને જાણ થયું કે તે વ્યક્તિ વૈજ્ઞાનિક ડો. હોમી જહાંગીર ભાભા હતાં.
ડો. ભાભા ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમના શિલ્પકાર હતાં. તેમનું માનવું હતું કે આપણો દેશ પરમાણુ શક્તિ સંપન્ન બને, પરંતુ તે પર્યાવરણ માટે ખૂબ જ ગંભીર હતાં. તેમણે મુંબઈના અધિકારીઓ સાથે વાતચીત કરી અને દબાણ બનાવ્યું કે ઝાડ ઉઘાડીને અન્ય જગ્યાએ વાવવું જોઈએ. પછી એવું તેમણે કરાવ્યું પણ ખરું.
બોધપાઠ- ડો. ભાભાએ આપણને બોધપાઠ આપ્યો છે કે આપણો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હોવો જોઈએ, આપણે પ્રગતિશીલ પણ હોવું જોઈએ, પરંતુ આપણાં લાભ માટે પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.