• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Dr. Abdul Kalam, We Should Accept Mistakes Of Our Family Members

આજનો જીવનમંત્ર:જેને તમે પોતાના માનો છે, તેમને તેમની ભૂલો સાથે સ્વીકાર કરવા જોઈએ

16 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક બાળક તેના માતા-પિતા સાથે ભોજન કરી રહ્યો હતો. તેણે જોયું કે પિતાની થાળીમાં રોટલીઓ બળેલી છે અને તે બળેલી રોટલી ખાઈ રહ્યાં છે.

ભોજન ખવડાવતી માતા સામે બેસીને જોઈ રહી છે. માતા ખૂબ જ થાકેલી જોવા મળી રહી હતી. દીકરો એટલો નાનો પણ હતો નહીં કે કશું સમજી ન શકે. તેણે જોયું કે પિતાએ ભોજન કરી લીધું છે.

રાતે બાળકે પિતાને પૂછ્યું, પિતાજી, આજે માતાએ તમને બળેલી રોટલી આપી અને તે તમે ખાઈ પણ લીધી. તમે એવું પણ કહ્યું કે અબ્દુલની અમ્મા, મને તો બળેલી રોટલી પણ ભાવે છે, સારી લાગે છે. તમે આવું શા માટે કહ્યું?

પિતાએ બાળકને કહ્યું, મને બળેલી રોટલી ખવડાવવામાં તકલીફ તો તારી અમ્માને પણ થઈ રહી હતી, પરંતુ જો હું ફરિયાદ કરું તો તારી અમ્માને તકલીફ વધારે થાય. ભૂલો બધાથી થાય છે. જેને તમે પોતાના માનો છે, તેમને તેમની ભૂલો સાથે સ્વીકાર કરવા જોઈએ. ત્યારે જ સંબંધો સુધરશે.

આ ઘટના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલાબના બાળપણની છે. તેમના પિતા હોડી ચલાવતાં હતાં, યાત્રીઓને અહીંથી ત્યાં લઈ જતાં હતાં.

બોધપાઠ- આ વાર્તાનો બોધપાઠ એ છે કે ઘર-પરિવારમાં બધા સભ્યો એક સમાન યોગ્ય હોતા નથી. જો કોઈનાથી પણ ભૂલ થઈ જાય તો તેને અહેસાસ થવા દેશો નહીં કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે. પરંતુ તેમની ભૂલોને સુધારવાની કોશિશ કરો. લોકોની ભૂલોનો સ્વીકાર કરો અને સુધારો, આ સંબંધોની ગરિમા છે.