આજનો જીવનમંત્ર:ઘમંડ કોઈપણ સારા કાર્યક્રમને અને સંબંધોને ખરાબ કરી દે છે, આ અવગુણ જલ્દી જ છોડી દેવો જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રજાપતિ દક્ષ અને શિવજી સાથે જોડાયેલી ઘટના છે. દક્ષ દેવતાઓના મોટા નેતા હતાં. બધા તેમનું માન-સન્માન કરતાં હતાં. એક દિવસ એક યજ્ઞમાં મોટા-મોટા ઋષિ-મુનિ અને દેવતા સામેલ થયાં.

યજ્ઞ સભામાં બધા બેઠાં હતાં. તે સમયે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ સભામાં પ્રવેશ કર્યો. તેમનું ગરિમામય વ્યક્તિત્વ હતું. દક્ષના સન્માનમાં બધા લોકો પોત-પોતાની જગ્યાએ ઊભા થઇ ગયાં. પોતાનું માન-સન્માન જોઈને દક્ષનો અહંકાર જાગી ગયો.

દક્ષે સભામાં એવું જોયું કે તેમના સન્માનમાં કોણ-કોણ ઊભા થયાં છે, તેણે એવું જોયું કે કોણ ઊભા થયાં નથી. તે સમયે શિવજી બેઠા હતાં અને આંખ બંધ કરીને ધ્યાન લગાવી રહ્યા હતાં.

શિવજીએ બેઠેલાં જોઈને દક્ષે વિચાર્યું કે તેઓ મારા જમાઈ છે, મારા પુત્રની જેમ છે, તેઓ મારા સન્માનમાં ઊભા થયા નહીં. મેં બ્રહ્માજીના કહેવાથી મારી પુત્રીના લગ્ન આ વ્યક્તિ સાથે કરાવી દીધા, જેમનું અમંગળ સ્વરૂપ છે. આટલું વિચાર્યાં પછી દક્ષે ગુસ્સામાં શિવજીને ખરાબ શબ્દો કહ્યાં.

શિવજી તો દક્ષની વાત સાંભળીને ચૂપ બેઠા હતાં, પરંતુ નંદીશ્વરે શિવજીનું અપમાન થતાં જોઇને દક્ષને શ્રાપ આપી દીધો. નંદીશ્વરને ગુસ્સામાં જોઈને ભૃગુ ઋષિે શ્રાપ આપી દીધો. તે પછી સંપૂર્ણ યજ્ઞ સભામાં બધાએ એકબીજાને શ્રાપ આપી દીધો. શુભ કાર્યક્રમ સંપૂર્ણ રીતે બગડી ગયો. તે પછી શિવજી પોતાના ગણને લઇને ત્યાંથી જતાં રહ્યાં.

બોધપાઠ- અહંકાર કોઈપણ સારા શુભ કામને ખરાબ કરી દે છે. શિવજીએ તો પોતાના ગુસ્સા ઉપર કાબૂ કરી લીધો હતો, પરંતુ દક્ષે ગુસ્સા ઉપર કાબૂ રાખ્યો નહીં. પદ, પ્રતિષ્ઠા અને માન-સન્માનના કારણે મોટાભાગના લોકો અહંકારી થઇ જાય છે. અહંકારીને શબ્દોનું ધ્યાન રહેતું નથી અને ખરાબ બોલીના કારણે બધા કામ અને સંબંધ ખરાબ થઇ જાય છે.