• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Chanakya And Chandragupta Morya, We Should Focus On The Qualities Of Person

આજનો જીવનમંત્ર:કોઈપણ વ્યક્તિએ કોઈના રંગ-રૂપની આલોચના કરવી જોઈએ નહીં, ગુણો ઉપર ધ્યાન આપો

5 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- આચાર્ય ચાણક્ય ખૂબ જ સમજી-વિચારીને ઉત્તર આપતાં હતાં. એક દિવસ રાજા ચંદ્રગુપ્ત મોર્ય, મહામંત્રી ચાણક્ય અને મહારાણી કોઈ વિષય અંગે વાત કરી રહ્યા હતાં.

વાતચીત કરતી સમયે રાજા ચંદ્રગુપ્તએ ચાણક્યને કહ્યું, તમારો રંગ કાળો છે, દૂરથી તો તમે કદરૂતા જ દેખાવ છો, પરંતુ તમે ખૂબ જ ગુણવાન છો. જો તમે રૂપવાન હોત તો ખૂબ જ સારું રહેતું. ભગવાન પણ કેવી ચૂક કરી ગયાં.

મહારાણીને આ વાત સારી લાગી નહીં અને તેઓ બોલ્યાં, મહારાજ, આ રૂપ જેના ઉપર બધા મોહિત થાય છે, તે ક્ષણિક એટલે થોડાં ક્ષણ માટે જ છે. તેનો કોઈ સ્વાદ નથી.

રાજાએ કહ્યું, તમે જ આટલાં સુંદર છો અને રૂપ-રંગને મહત્ત્વ આપતાં નથી? એક એવું ઉદાહરણ જણાવો, જેમાં રૂપ સામે ગુણોનું મહત્ત્વ વધારે જોવા મળતું હોય.

આ વાતનો જવાબ ચાણક્યએ આપ્યો. તેમણે રાજાને કહ્યું, લો પાણી પી લો. ચાણક્યએ બે ગ્લાસ ભરીને પાણી રાજાને આપ્યું.

ચાણક્યએ કહ્યું, મેં તમને જે પહેલો ગ્લાસ આપ્યો હતો, તે સોનાના સુંદર ઘડામાંથી ભરીને આપ્યો હતો. બીજો ગ્લાસ કાળી માટીમાંથી ભરીને આપ્યો હતો. જણાવો તમને કયા વાસણનો સ્વાદ સારો લાગ્યો?

રાજાએ કહ્યું, માટીના ઘડાના પાણીનો સ્વાદ વધારે સારો છે.

ચાણક્યએ કહ્યું, તૃપ્તિ માટીના ઘડાના પાણીથી મળી. આ પ્રકારે સ્વરૂપ સોનાના ઘડા જેવું છે અને ગુણ માટીના ઘડા જેવું છે. ગુણથી તૃપ્તિ મળે છે અને રૂપ ફીકું રહી જાય છે.

બોધપાઠ- ચાણક્યની આ વાત આજે પણ આપણાં માટે ખૂબ જ કામની છે. ક્યારેય કોઈના સ્વરૂપની આલોચના ન કરો. કોઈ ખૂબ જ સુંદર હોય તો તેનાથી ખૂબ જ વધારે પ્રભાવિત ન થવું અને કોઈ દેખાવામાં સુંદર ન હોય તો તેમનાથી દૂર ન ભાગવું. સૌથી પહેલાં લોકોના ગુણ જોવા જોઈએ.