બ્રહ્માજી દુનિયા બનાવવાની તૈયારી કરી રહ્યા હતાં. આ કામ માટે તેમણે પાંચ માનસ પુત્રોને ઉત્પન્ન કર્યાં. તેમના નામ સનક, સનંદન, સનાતન, રિભૂ અને સનત કુમાર. આ પાંચ યોગી હતાં અને સૃષ્ટિથી વિરક્ત હતાં.
બ્રહ્માજી સમજી ગયા હતા કે આ પાંચથી તો સંસાર ચાલશે નહીં. આ કારણે બ્રહ્માજી દુઃખી થઇ ગયા અને વિચારવા લાગ્યા કે દુનિયાની રચના કેવી રીતે કરીશ. તેમના દુઃખથી ગુસ્સો પ્રકટ થઇ ગયાં. ગુસ્સાના કારણે બ્રહ્માજીની આંખથી આંસૂ પડવા લાગ્યા તો ભૂત-પ્રેત પેદા થઇ ગયાં.
ગુસ્સો અને ભૂત-પ્રેતને જોઈને બ્રહ્માજી પોતાની નિંદા કરવા લાગ્યા કે આ મેં શું કરી દીધું? આ બધું વિચારતાં-વિચારતાં બ્રહ્માજી બેભાન થઇને પડી ગયા અને તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. તે પછી તેમના મુખમાંથી શિવજી પ્રકટ થયા અને પોતાના 11 રૂપ બનાવ્યાં, જેમણે 11 રૂદ્ર કહેવામાં આવે છે.
શિવજીના 11 સ્વરૂપ અહીં-ત્યાં દોડવા લાગ્યાં, રડવા લાગ્યાં. રડવા અને દોડવાના કારણે જ તેમનું નામ રૂદ્ર પડ્યું. તે પછી શિવજીએ બ્રહ્માજીના પ્રાણ પાછા આવ્યા અને તેઓ જાગી ગયાં.
શિવજીએ બ્રહ્માજીને કહ્યું, હું તમારા મુખમાંથી પ્રકટ થયો છું તો એક પ્રકારે તમારો પુત્ર છું. હું સંસારના નિર્માણમાં તમારી મદદ કરીશ. આ 11 રૂદ્ર છે, તે પણ મદદ કરશે. તે પછી શિવજી અને બ્રહ્માજીએ આ સંસારની રચના કરી.
બોધપાઠ- આ સંપૂર્ણ ઘટનાનો બોધપાઠ એ છે કે મોટા કામમાં એક વ્યક્તિ થાકી જાય છે તો બીજા વ્યક્તિએ મદદ કરવી જોઈએ. આ વાત ધ્યાન રાખીને કામ કરશો તો દુનિયાનું મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂર્ણ કરી શકાય છે. બ્રહ્માજી અને શિવજી પણ એકબીજાની મદદની જરૂરિયાત પડે છે. આપણે પણ હળી-મળીને કામ કરવું જોઈએ. ત્યારે જ મોટા-મોટા લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.