વાર્તા- શ્રીરામ રાજા બનવાના હતાં ત્યારે અયોધ્યામાં બધા લોકો ખૂબ જ ખુશ હતાં. આખું નગર સજાવવામાં આવ્યું હતું. શ્રીરામના બધા બાળસખા સમૂહમાં રાજમહેલ પહોંચ્યાં. બધા મિત્ર શ્રીરામને કહે છે, મિત્ર હવે તમે રાજા બનવાના છો, અમે તમારા મિત્ર છીએ જેથી હવેથી અમે રાજમિત્ર તરીકે ઓળખાઈશું.
શ્રીરામ તે બધા મિત્રો સાથે ખૂબ જ વિનમ્રતા સાથે વાત કરતાં હતાં, તેમનું અભિવાદન પણ કરતાં હતાં, ધન્યવાદ પણ કહેતાં હતાં. શ્રીરામના વ્યવહારના વખાણ કરીને બધા મિત્ર ત્યાંથી જતાં રહ્યાં.
બધા મિત્ર ચર્ચા કરી રહ્યા હતાં આટલું વિનમ્ર અને આટલો સ્નેહ દર્શાવનાર કોણ હશે? રામ જ છે. થોડા લોકો કહેતાં હતાં કે ઈશ્વર અમને દરેક વખતે અયોધ્યામાં જ જન્મ આપજો. અહીં જ શ્રીરામ સાથે રહીએ.
તે સમયે દેવી સરસ્વતી ત્યાં પહોંચે છે અને વિચારે છે કે મેં અયોધ્યામાં એક દાસીની બુદ્ધિ ફેરી છે, જેથી હવે જોવું કે અહીંનું દૃશ્ય શું છે. આખું નગર આનંદ માણી રહ્યું હતું, પરંતુ કૈકયી મહેલમાં કાળા કપડા પહેરીને બેઠી હતી. તેના મનમાં ઈર્ષ્યાની ભાવના હતી. તેના દિમાગમાં મંથરાના શબ્દો ફરી રહ્યા હતાં.
સરસ્વતીજીએ અનુભવ કર્યું કે આખી અયોધ્યામાં આનંદ છે અને કૈકયીના મહેલમાં નકારાત્મકતા જ નકારાત્મકતા છે. કૈકયી મંથરા દ્વારા સંચાલિત થઈ ગઈ હતી.
દેવી સરસ્વતીએ વિચાર્યું કે કૈકયીનો દીકરો ભરત છે અને ભરત જેવા સંતની માતા કુસંગતિ કરી જશે તો જીવન નષ્ટ થઈ જશે. અયોધ્યામાં એવું જ બન્યું હતું. કૈકયીએ રાજા દશરથ પાસેથી બે વરદાન માગ્યા અને રામ રાજ્ય ચૌદ વર્ષ માટે આગળ ઘસી ગયું.
બોધપાઠ- કુસંગતિ ક્યારેય ન કરો. ખરાબ લોકોના મત પ્રમાણે ચાલવાથી આપણી ચતુરાઈ નષ્ટ પામે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.