મહાભારતમાં અર્જુન અને ગંધર્વરાજ ચિત્રરથનું યુદ્ધ થયું હતું. યુદ્ધમાં અર્જુનને વિજય પ્રાપ્ત થયો હતો. તે પછી અર્જુને ચિત્રરથને પૂછ્યું, તમે અમારાથી પરાજિત કેવી રીતે થઇ ગયાં?
ચિત્રરથે કહ્યું, તમારા પરિવાર ઉપર પુરોહિતોની કૃપા છે.
બંનેની વાતચીત થઈ રહી હતી, તે સમયે ગંધર્વરાજે અર્જુનને તપ્તિ નંદન કહી દીધું. અર્જુને પૂછ્યું, તમે મને તપ્તિ નંદન કેમ કરી રહ્યા છો?
ગંધર્વરાજે કહ્યું, સૂર્યદેવની એક પુત્રી હતી તપ્તિ. તમારા વંશમાં સંવરણ નામના એક રાજા થયાં. સંવરણે એકવાર તપ્તિને જોઇ ત્યારે તેમના તપ્તિ સાથે લગ્ન કરવાની ઇચ્છા થઈ ગઈ, પરંતુ તે સૂર્યદેવની પુત્રી હતી. સૂર્યદેવ સુધી પોતાની વાત પહોંચાડવા માટે સંવરણે પોતાના ગુરુ વશિષ્ઠજીને સંપૂર્ણ વાત જણાવી. વશિષ્ઠજીએ સૂર્યદેવને વાત જણાવી. તે પછી સંવરણ અને તપ્તિના લગ્ન થઇ ગયાં.
ગંધર્વરાજે આગળ જણાવ્યું, તે દિવસે બધાને જાણ થઇ ગઇ કે જે વંશ પાસે ગુરુ, પુરોહિત અને બ્રાહ્મણનો આશીર્વાદ છે, જે વંશ વિદ્વાનોનું સન્માન કરે છે. તે વંશના અટવાયેલાં બધા કામ પૂર્ણ થઈ જાય છે. તમારા પિતૃ પુરુષ સંવરણ માટે વશિષ્ઠજીએ સૂર્યદેવ સાથે વાત કરી હતી. તમે યુદ્ધમાં મારી સામે જીત્યા કેમ કે તમારી સાથે તેમનો આશીર્વાદ છે.
બોધપાઠ- ગંધર્વરાજ ચિત્રરથે અર્જુનને જે વાત જણાવી છે, તેમાં આપણી માટે બોધપાઠ છે કે જે લોકો સાથે ગુરુ, વિદ્વાન, સાધુ-સંતો અને વડીલોનો આશીર્વાદ હોય છે, તેમના બધા કામ પૂર્ણ થઇ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.