આજનો જીવનમંત્ર:જો તમે તમારો પ્રભાવ દર્શાવવા ઇચ્છો છો તો આ કામ હિંસા કર્યા વિના પણ થઈ શકે છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રામાયણમાં યુદ્ધ પહેલાંની ઘટના છે. રાવણના દરબારમાં મોટા-મોટા દેવતા આંખ નીચે કરીને ઊભા હતાં. અંગદ અને રાવણની વાત ચાલી રહી હતી. અંગદ રાવણના પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યાં હતાં. જ્યાં રાવણ ઊંચા અવાજે વાત કરી રહ્યો હતો અને અંગદ પણ ઊંચા સ્વરે જવાબ આપતાં હતાં.

રાવણ સતત પોતાને બળવાન કહેતો અને અંગદનો મજાક ઉડાવવાની કોશિશ કરી રહ્યો હતો. અંગદે વિચાર્યું કે હું દૂથ બનીને આવ્યો છું તો મારે યુદ્ધ કરવું જોઈએ નહીં. હું એવું શું કરું કે પ્રહાર કર્યા વિના જ હિંસા જેવો પ્રભાવ બને.

થોડીવાર વિચાર્યાં પછી અંગદે પોતાના બંને હાથ ઉપર કર્યા અને ઝડપથી ધરતી ઉપર માર્યા જેથી રાવણનો આખો દરબાર હલી ગયો. ત્યાં બેઠેલાં લોકો સિંહાસનથી નીચે પડી ગયાં. રાવણ પણ ડગમગવા લાગ્યો અને રાવણ જેવો નીચે પડ્યો ત્યારે તેના માથા ઉપરથી મુકુટ પણ નીચે પડી ગયો. થોડા મુકુટ તો રાવણે ઉપાડી લીધી અને થોડા અંગદે રામજી તરફ ફેંકી દીધાં.

બીજી બાજુ રામજીની સેનાના વાનર મુકુટ જોઈને ગભરાઇ ગયાં. શ્રીરામજીએ બધાને કહ્યું, ગભરાશો નહીં, આ તો અંગદે મોકલ્યાં છે.

લંકામાં રાવણ અંગદ સાથે સતત વિવાદ કરી રહ્યો હતો. ત્યારે અંગદે ધરતી ઉપર પોતાનો પગ માર્યો અને કહ્યું, જો કોઈ મારો પગ હટાવી દેશે તો રામજી પાછા ફરી જશે, હું સીતાજીને હારી જઇશ.

રાવણની સભામાં બેઠેલાં બધા જ લોકોએ અંગદનો પગ હટાવવાની કોશિશ કરી, પરંતુ કોઈ સફળ થયું નહીં. ત્યારે રાવણ સ્વંય અંગદનો પગ હટાવવા માટે નીચે નમ્યો ત્યારે અંગદે કહ્યું, મારા પગે પડશો નહીં, પગમાં જ પડવું હોય તો શ્રીરામના પગમાં પડો.

બોધપાઠ- અહીં અંગદે પોતાના હાથ અને પગથી કોઈ હિંસા કર્યા વિના રાવણ ઉપર એવો પ્રહાર કર્યો કે દરબારમાં ઉપસ્થિત બધા લોકો ગભરાઇ ગયાં. કામ કરવાની આ એક અલગ રીત છે. જો આપણે આપણો પ્રભાવ સ્થાપિત કરવા ઇચ્છીએ છીએ તો હિંસા કરવાની જરૂરિયાત નથી, આપણે આપણી કાર્યશૈલી અને વ્યક્તિત્વથી પણ અન્યને પ્રભાવિત કરી શકીએ છીએ.