• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Akbar And Maharana Pratap, Keep A Relationship Of Love Not Only With Humans But Also With Animals

આજનો જીવનમંત્ર:માત્ર મનુષ્યો સાથે જ નહીં, પશુઓ સાથે પણ પ્રેમનો સંબંધ રાખો

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- અકબર મહારાણા પ્રતાપ ઉપર આક્રમણ કરી ચૂક્યા હતાં. યુદ્ધના મેદાનમાં અકબરે એક એવી ઘોષણા કરી હતી કે બધા જ આશ્ચર્ય પામી ગયાં. અકબરે પોતાના સૈનિકોને કહ્યું, મને બે લોકો જીવિત જોઈએ છે. એક મહારાણા પ્રતાપ અને બીજો તેમનો હાથી, જેનું નામ રામપ્રસાદ છે.

બાદશાહ અકબરના આદેશ ઉપર કોઈ કશું જ બોલ્યા નહીં, પરંતુ બધા આ વાતથી આશ્ચર્ય હતા કે બાદશાહ હાથીને કેમ પકડવા ઇચ્છે છે? અકબર પાસે એવી સૂચના હતી કે રામપ્રસાદ ખૂબ જ નિરાળો હાથી છે. હલ્દી ઘાટી યુદ્ધમાં રામપ્રસાદે અકબરના 18 હાથીને માર્યાં હતાં.

યુદ્ધના મેદાનમાં અકબરના સૈનિકોએ રામપ્રસાદને ઘેરી લીધો. 7 હાથી અને 14 મહાવતોની મદદથી રામપ્રસાદને બંદી બનાવી લેવામાં આવ્યો. રામપ્રસાદને કેદમાં રાખ્યો ત્યારે અકબર વધારે આશ્ચર્ય પામ્યાં હતાં. રામપ્રસાદ પોતાના રાજા મહારાણા પ્રતાપની વફાદારી અને યાદમાં અનાજનો એક દાણો પણ ખાતો ન હતો.

અકબરે ગુસ્સામાં આવીને તેનું નામ રામપ્રસાદથી બદલીને વીરપ્રસાદ કરી દીધું. એક દિવસ ભૂખ્યા રહેવના કારણે રામપ્રસાદનું મૃત્યુ થઈ ગયું. ત્યારે અકબરે પોતાના મંત્રીઓને કહ્યું, જેમના હાથી આટલા વફાદાર છે, જેમના જાનવર માલિક માટે પોતાનો જીવ ગુમાવવા તૈયાર હોય, તેમને પરાજિત કરવા ખૂબ જ મુશ્કેલ કામ છે.

આ વાત મહારાણા પ્રતાપ સુધી પહોંચી ત્યારે તેમણે કહ્યું, મેં મારી સાથે રહેનાર કોઇ પ્રાણીમાં ક્યારેય કોઈ ભેદભાવ કર્યો નથી. બધા સાથે પ્રેમનો સંબંધ નિભાવ્યો છે.

બોધપાઠ- મનુષ્યો સાથે જ પોતાની આસપાસના પશુઓ સાથે પણ પ્રેમનો સંબંધ નિભાવવો જોઈએ. આવું કરવાથી પશુઓ આપણાં માટે તેટલાં જ વફાદાર રહેશે, જેટલું કોઈ વ્યક્તિ રહી શકે છે.