• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Agrasen Ji Maharaj, If You Are Eligible, You Should Use Your Ability At The Right Opportunity.

આજનો જીવનમંત્ર:યોગ્ય છો તો તક મળે ત્યારે પોતાની યોગ્યતાનું પ્રદર્શન કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- યુવા અગ્રસેન લગભગ 15 વર્ષના હતાં અને તેઓ પોતાના પિતા વલ્લભ સેનજી સાથે વિવાદ કરી રહ્યા હતાં કે તેઓ પણ તેમની સાથે યુદ્ધમાં જશે. તે સમયે મહાભારત યુદ્ધની તૈયારીઓ થઈ રહી હતી.

વલ્લભ સેનજીએ નિર્ણય લીધો હતો કે તેઓ પાંડવના પક્ષમાં રહીને યુદ્ધ લડશે. તેમણે પોતાના પુત્રને સમજાવ્યો, તમે હાલ યુવાન છો, વીર અને યોદ્ધા પણ છો, પરંતુ આ ઉંમર યુદ્ધમાં જવાની નથી.

અગ્રસેને કહ્યું, પિતાજી, જો યોગ્યતા હોય અને પરાક્રમ પણ હોય તો પછી ઉંમર આડે આવવી જોઈએ નહીં. હું તે ઘરમાં કઈ રીતે રહીશ, જે ઘરમાંથી પિતા યુદ્ધ માટે જતાં રહે? હું અહીં શું કરીશ? મારે પણ તમારી સાથે આવવું છે.

પિતાજીએ વાત માની નહીં ત્યારે તેઓએ પોતાની માતાને આ વાત જણાવી. ત્યારે માતાએ યુદ્ધમાં જવાની મંજૂરી આપી દીધી અને વલ્લભ સેનજીને કહ્યું, વીર બાળકને યુદ્ધમાં લઈ જાવ.

ત્યાર બાદ અગ્રસેને પાંડવો તરફથી યુદ્ધ લડ્યું હતું. યુદ્ધના દસમા દિવસે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ તે પછી પણ યુવા અગ્રસેન યુદ્ધ લડતા રહ્યાં. જ્યારે 18માં દિવસે યુદ્ધ પૂર્ણ થયું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, અગ્રસેન, પિતાના મૃત્યુ પછી પણ તમે શોકમાં ન રહીને તમારું સંપૂર્ણ પરાક્રમ બતાવ્યું છે, હું તમારાથી પ્રસન્ન છું. તમે મારી આત્માને જીતી લીધી છે. તમે મને ભીમસેન સમાન પ્રિય છો.

નવરાત્રિના પહેલાં દિવસે અગ્રસેનજીની જયંતિ ઊજવવામાં આવે છે અને અગ્રવાલ સમાજમાં તેઓ પિતૃ પુરૂષ માનવામાં આવે છે.

બોધપાઠ- અગ્રસેનજીએ આ સંપૂર્ણ ઘટનાથી આપણને એ સંદેશ આપ્યો છે કે જો આપણી અંદર યોગ્યતા છે તો ઉંમર વચ્ચે આવવી જોઈએ નહીં. યોગ્ય હો તો યોગ્ય તક મળે ત્યારે પોતાની યોગ્યતાનું પ્રદર્શન કરવું જોઈએ. આપણે લોકો કોઈને કોઈ ક્ષેત્રમાં યોગ્ય છીએ, જ્યારે પણ તક આવે ત્યારે જનહિતમાં પોતાની યોગ્તાનો ઉપયોગ કરવો જોઈએ.