તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Acharya Vinoba Bhave, Life Management Tips Of Acharya Vinoba Bhave

આજનો જીવનમંત્ર:બહાનાઓ બનાવતા રહેશો તો આદત છૂટશે નહીં, નશો છોડવા માટે જાતે જ કોશિશ કરવી પડશે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક વ્યક્તિ દારૂના નશામાં આચાર્ય વિનોબા ભાવને મળવા પહોંચ્યો. પહેલાં તો લોકોએ તેને રોક્યો, પરંતુ જ્યારે તેણે વિવાદ કર્યો ત્યારે આ વાત વિનોબા ભાવે સુધી પહોંચી. વિનોબાજીએ કહ્યું, બોલાવો તે યુવકને, શું વાત છે?

શરાબી વ્યક્તિ વિનોબાજી સામે પહોંચ્યો ત્યારે તેણે કહ્યું, હું દારૂની આદત છોડવા ઇચ્છું છું. મેં તમારા વિશે સાંભળ્યું છે કે તમારી પાસે એક સારા નુસખા છે. અનેક લોકો તમારી વાત માનીને નશો છોડી ચૂક્યા છે. તમે મારો પણ નશો છોડાવી દો.

વિનોબાજીએ કહ્યું, આજે તો નહીં, તમે કાલે પહેલાં અહીં આવજો અને મને અવાજ કરજો.

બીજા દિવસે તે યુવક આચાર્ય વિનોબાને ત્યાં પહોંચ્યો. તે સમયે તે હોશમાં હતો. તેણે જોર-જોરથી આચાર્યજીને અવાજ કર્યો. ત્રણ-ચારવાર બોલાવ્યાં પછી અંદરથી વિનોબાજીનો અવાજ આવ્યો કે હું બહાર આવી શકીશ નહીં, કેમ કે મને એક થાંભલાએ પકડી રાખ્યો છે. તમે આવીને મને છોડાવો.

યુવક જ્યારે અંદર ગયો ત્યારે તેણે જોયું કે વિનોબાજી એક થાંભલાને પકડીને ઊભા છે. યુવક બોલ્યો, તમે કેવી વાત કરી રહ્યા છો? તમે કહી રહ્યા છો કે થાંભલાએ તમને પકડી રાખ્યો છે, પરંતુ મારા પ્રમાણે તો તમે જ થાંભલો પકડીને ઊભા છો. તમે જ તેને છોડી દો.

વિનોબા ભાવે થાંભલાને છોડી દીધો અને કહ્યું, બસ આ જ વાત તો મારે તમને સમજાવવી છે. નશાને તમે પકડી રાખ્યો છે, નશો તમારી આદત છે.

બોધપાઠ- વિનોબાજી આપણને બોધપાઠ આપે છે કે અનેક ખરાબ વાતો આપણે જાતે જ સ્વીકાર કરી લઇએ છીએ અને આપણે જાતે જ કહીએ છીએ કે આ ખરાબ આદત મારાથી છૂટતી નથી. નશા જેવી ખરાબ આદત છોડવામા વ્યક્તિ બહાનાબાજી કરે છે. જે દિવસે વ્યક્તિ સમજી જશે કે નશાને મેં જ પકડી રાખ્યો છે અને હું જ તેને છોડી શકું છું, તે દિવસે આ આદત છૂટી જશે.