તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જો મન સાફ હોય તો નિયમ તૂટે ત્યારે પણ નુકસાન થતું નથી

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- લગભગ 400 વર્ષ જૂનો કિસ્સો છે. પરમેષ્ઠી નામનો એક દરજી હતો. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને ત્યાં જે લોકો કપડા સીવડાવવા આવતાં હતાં, તેઓ જાણતાં હતા કે આવડત તો પરમેષ્ઠીમા જ છે, પરંતુ તે એક સારો વ્યક્તિ પણ છે.

પરમેષ્ઠી પાસે બેસીને લોકોને ખૂબ જ પોઝિટિવ ઊર્જા મળતી હતી. તેમને ત્યાં મોટા-મોટા નવાબ, જમીનદાર, વેપારી કપડા સીવડાવવા આવતાં હતાં. જે રાજ્યમાં તે રહેતો હતો, ત્યાંના બાદશાહે પોતાના પગની નીચે રાખવા માટે એક આસન બનાવડાવ્યું, પરંતુ બાદશાહને તે ગમ્યુ નહીં.

બાદશાહે દરબારીઓને કહ્યું, આ આસનના કપડાથી તકિયાની ખોળ બનાવો. બાદશાહને પણ પરમેષ્ઠીનું કામ ગમતું હતું ત્યારે દરજી પાસે આસનનું કપડું મોકલી દીધું. પરમેષ્ઠીએ ખોળ તૈયાર કરી અને તેમાં રૂ ભર્યું, અત્તર પણ ઉમર્યું અને ખૂબ જ સારી રીતે કપડાની ખોળ તૈયાર કરી.

પરમેષ્ઠીએ ખૂબ જ સુંદર બે તકિયા બનાવ્યાં હતાં, તેમાંથી સુગંધ પણ આવી રહી હતી. બાદશાહને તકિયા આપવા માટે પરમેષ્ઠી મહેલ તરફ જતો રહ્યો. રસ્તામાં ભગવાનના જગદીશ સ્વરૂપની રથયાત્રા પસાર થઈ રહી હતી. ભીડમાં પરમેષ્ઠી પણ ભગવાનના રથને અને મૂર્તિને જોવા લાગ્યો. આ દરમિયાન તેણે જોયું કે ભગવાનની મૂર્તિ જ્યાં રાખવામાં આવી છે, ત્યાં કપડું ફાટેલું છે. તેને તે યોગ્ય લાગ્યું નહીં એટલે તેણે એક તકિયો ત્યાં આપી દીધો.

બધા પૂજારી આટલાં સુંદર તકિયાને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં. રથયાત્રા આગળ વધી ત્યારે પરમેષ્ઠીને યાદ આવ્યું કે જ્યારે બાદશાહ પૂછશે તો હું શું જવાબ આપીશ.

પરમેષ્ઠી એક તકિયો લઇને દરબાર પહોંચ્યો અને બાદશાહને સંપૂર્ણ ઘટના જણાવી કે તેણે એક તકિયો જગદીશને ચઢાવી દીધો છે, જે દુનિયાના બાદશાહ છે.

આ સાંભળતા જ બાદશાહે પરમેષ્ઠીને કેદમાં નાખી દીધો.

પરમેષ્ઠી જેમમા પણ ભગવાનને યાદ કરી રહ્યો હતો કે અમે તે જેલમાં આવી ગયા પરંતુ તમને તો સારો તકિયો મળી ગયો.

બીજા દિવસે અચાનક બાદશાહે જેલના દરવાજા ખોલાવડાવ્યાં અને કહ્યું, પરમેષ્ઠી હું જાણતો નથી કે તે કયા જગદીશને તે તકિયો ચઢાવ્યો, પરંતુ આજે મારા સપનામાં એક દિવ્ય આકૃતિ આવી અને તેણે મને આદેશ આપ્યો કે હું પરમેષ્ઠીને આઝાદ કરી દઉ. એટલે હું તમને આઝાદ કરી રહ્યો છું.

બોધપાઠ- જો આપણાંથી કોઈ નિયમ તૂટી જાય, પરંતુ આપણાં વિચારો સારા હોય તો નુકસાન થતું નથી. ભગવાન તેવા લોકોની મદદ કરે છે, જેઓ સારું કામ કરે છે. એટલે ખરાબ કાર્યોથી બચવું જોઈએ.