• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Significance Of Satsang At Home, Sotry Of Kapil Dev The Avtaar Of God Vishnu

આજનો જીવનમંત્ર:ઘરમાં અન્ય વાતો સાથે જ સત્સંગ પણ કરતા રહેવું જોઈએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- કર્દમ ઋષિ તપસ્યા કરવા માટે જંગલ જતા રહ્યાં હતાં. તેમની પત્નીનું નામ દેવહુતિ હતું. કર્દમ ઋષિની નવ કન્યાઓ અને એક પુત્ર હતો. પુત્રનું નામ કપિલ હતું.

કપિલને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંથી એક માનવામાં આવે છે. તેને જ્ઞાનનો અવતાર માનવામાં આવે છે. કપિલ દેવની માતા દેવહુતિએ દીકરાને કહ્યું, આ આશ્રમમાં આપણે એકલાં છીએ. એક કામ કરો, તમે ઊંચા આસન ઉપર બેસી જાવ હું નીચે બેસીશ, તમે મારા ગુરુ બની જાવ, હું તમારી શિષ્યા બની જાવ છું. મારા થોડા પ્રશ્ન છે, જેમના ઉત્તર મને મને આપો.

દેવહુતિએ ધીમે-ધીમે જીવનને લગતા અનેક પ્રશ્નો પૂછ્યાં. કપિલ દેવે સુંદર ઉત્તર પણ આપ્યાં. તે બંનેના વાર્તાલાપને શાસ્ત્રોમાં ખૂબ જ સુંદર રીતે જણાવવામાં આવ્યાં. ભક્તિ કરતી સમયે મન ન લાગે, કેવી રીતે શાંતિ પ્રાપ્ત થાય, આવી અનેક વાતોના ઉત્તર આ વાર્તાલાપમાં જણાવવામાં આવ્યાં છે.

બોધપાઠ- આ વાર્તા એક સંદેશ આપે છે કે ગુરુ-શિષ્ય સત્સંગ કરે છે, મિત્ર સાથે મિત્રનો સત્સંગ થાય છે, માતા-પિતા બાળકો, પતિ-પત્નીમાં પણ સત્સંગ હોય છે. પરંતુ એવું ઓછું જોવા મળે છે જ્યારે માતા અને દીકરા વચ્ચે સત્સંગ થયો હોય. આ કથામાં એક માતાએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના જ દીકરાને ગુરુ બનાવ્યો હતો. આપણાં ઘર-પરિવારમાં આપણે અનેક વાતો કરીએ છીએ, પરંતુ શાંતિથી બેસીને સત્સંગ પણ કરવો જોઈએ. જેથી જીવનના પ્રશ્નોનો ઉત્તર ઘરમાં પ્રાપ્ત થઈ શકે.