• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Significance Of Patience, Story Of 4th Sikh Guru Ramdas Ji, Guru Amardas Ji

આજનો જીવનમંત્ર:આપણે જેટલું ધૈર્ય રાખીશું, આપણું કામ તેટલું જ સારું અને પ્રભાવશાળી થશે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શીખોના ચોથા ગુરુ રામદાસજીના જીવનની ઘટના છે. તે સમયે તેમનું નામ જેઠા હતું. તેમના સસરા અમરદાસજી જ તેમના ગુરુ હતાં. અમરદાસજીની એક અન્ય દીકરી હતી. જેમના લગ્ન રામા નામના વ્યક્તિ સાથે થયા હતાં એટલે અમરદાસજીને બે જમાઈ હતાં.

એકવાર શિષ્યોએ અમરદાસજીને પૂછ્યું, એવું જોવા મળ્યું છે કે તમે રામાજીની સરખામણીએ જેઠાજીને ખૂબ જ માન આપો છો. આવું કેમ?

અમરદાસજીએ કહ્યું, ચલો એક પરીક્ષા લઇએ. અમરદાસજીએ પહેલાં જમાઈ રાજાજીને આદેશ આપ્યો, એક ચબૂતરો બનાવી દો. જો મને ગમશે તો ઠીક, નહીંતર તેને તોડીને ફરીથી નવો બનાવવો પડશે.

રામાજીએ એક ચબૂતરો બનાવ્યો તો અમરદાસજીને ગમ્યો નહીં અને તેમણે તોડી નાખ્યો. બીજી વાર બનાવ્યો, તે પણ ગમ્યો નહીં. ત્રીજીવાર બનાવ્યો અને તે પણ અમરદાસજીને ગમ્યો નહીં ત્યારે રામાજીએ કહ્યું કે હવે હું બનાવીશ નહીં.

રામાજીએ મનમાં જ વિચારી લીધું કે આ વૃદ્ધ થઈ ગયા છે, તેમની બુદ્ધિ યોગ્ય રીતે કામ કરતી નથી.

અમરદાસજીએ આ જ કામ જેઠાજીને જણાવ્યું અને તેમની સામે પણ આ જ શરત રાખી કે ચબૂતરો ગમશે નહીં તો તોડીને બીજો બનાવવો પડશે.

જેઠાજીએ પહેલીવાર ચબૂતરો બનાવ્યો તો અમરદાસજીને ગમ્યો નહીં અને તેમણે તોડી નાખ્યો. બીજી વાર બનાવ્યો, તે પણ ગમ્યો નહીં. જેઠાજીએ સાતવાર ચબૂતરા બનાવ્યાં અને તે પણ અમરદાસજીને ગમ્યાં નહીં અને તેમણે તોડાવી નાખ્યાં.

સાતમીવાર અમરદાસજીએ ચબૂતરો તોડાવ્યો ત્યારે જેઠાજીએ તેમના ચરણમાં પ્રણામ કરીને કહ્યું ગુરુજી હું મૂર્ખ છું. મેં તમારી સેવા યોગ્ય રીતે કરી નથી. દરેક વાર ભૂલ કરું છું, તમે દરેકવાર માફ કરી દો છો. હું ફરીથી કોશિશ કરીશ.

અમરદાસજીએ જેઠાને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા અને બધા શિષ્યોને કહ્યું, રામા અને જેઠામાં આ જ અંતર છે. જેઠા પોતાના ધૈર્યના કારણે ખૂબ જ પ્રિય છે. હું આશીર્વાદ આપું છું કે તેમની સાત પેઢી ગુરુની ગાદી ઉપર બેઠશે.

બોધપાઠ- આપણે જેટલા ધૈર્યવાન રહીશું, આપણું દરેક કામ તેટલું જ ઊંડું અને પ્રભાવશાળી થશે. કોઈપણ કામને કરતી સમયે અધીરા બનવું જોઈએ નહીં. પરિણામ શું હશે? તે વિચારવું નહીં. આપણી કામ કરવાની રીત કેવી છે, આ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ. જેઠા જાણતો હતો કે ગુરુને જો ગમશે નહીં તો મારે તે કામ ફરીથી ધૈર્ય સાથે કરવું પડશે.