• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Significance Of Honesty In Life, Motivational Story Of Guru Nanak Dev Ji, Prerak Katha

આજનો જીવનમંત્ર:વિચારોમાં પવિત્રતા ઇચ્છો છો તો હંમેશાં પ્રામાણિકતા સાથે કમાયેલું જ અનાજનું જ ખાવું જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- ગુરુનાનકજી એક ગામમાં રોકાયા હતાં. તેમની આસપાસ ખૂબ જ ભીડ રહેતી હતી. તે સમયે ગુરુનાનકજીને જણાવવામાં આવ્યું કે ગામમાં એક જમીનદાર આવ્યાં છે, તમને મળવા ઇચ્છે છે અને તમારી માટે ભોજન લઈને આવ્યાં છે.

ગુરુનાનકજીએ જમીનદારને બોલાવ્યો. જમીનદારે તેમને પ્રણામ કર્યાં. ગુરુનાનકજીએ તેમને કહ્યું, ભોજન અહીં રાખી દો.

જમીનદારે ભોજન ત્યાં રાખી દીધું અને ગુરુનાનકજી લોકોને હળવા-મળવામાં વ્યસ્ત થઈ ગયાં. જમીનદારે આગ્રહ કર્યો. હું સ્વયં તમને ભોજન કરાવીશ. તમે મારી સામે જ ભોજન કરો.

નાનકજીએ તેને થોડીવાર માટે રોકાવા કહ્યું. થોડીવાર પછી ત્યાં એક સામાન્ય લુહાર આવ્યો. તેના કપડા ફાટેલાં હતાં, તે ખૂબ જ ગરીબ હતો. તેણે ગુરુનાનકને પરિચય આપ્યો, હું લુહારનું કામ કરું છું. આકરી મહેનતે બે સમયના ભોજનની વ્યવસ્થા કરી શકું છું. મને જાણ થઈ કે તમે આવ્યાં છો એટલે હું તમને મળવા આવી ગયો. તમારા માટે રોટલી લાવ્યો છું.

જમીનદારે તેની પરિસ્થિતિ જોઈ અને હસીને કહ્યું, રોટલી તો આવી ગઈ છે, તું આ રોટલી લઈને પાછો જા.

નાનકજીએ કહ્યું, ભોજનનું આમ અપમાન કરાય નહીં.

જમીનદાર ફરી બોલ્યો, મારી પાસે રોટલી સાથે અન્ય પકવાન પણ છે, એક ખાસ મીઠાઈ પણ છે.

નાનકજીએ કહ્યું, તેને પણ ચાખી લઈશું. આ બોલીને ગુરુનાનકે લુહારની અડધી રોટલી ખાઈ લીધી અને અડધી પોતાના હાથમાં રાખી લીધી, કેમ કે તેઓ જાણતાં હતા કે જમીનદાર આપત્તિ લેશે અને જમીનદારે આપત્તિ લઈને કહ્યું, તમે આ શું કર્યું? મારું ભોજન છોડીને તેની રોટલી ખાઈ લીધી.

નાનક દરેક કામ ખૂબ જ સમજી-વિચારીને કરતાં હતાં. તેમણે લુહારની રોટલીને હાથમાં મસળી તો તેમાંથી દૂધના ટીપા પડ્યા અને જમીનદારની મીઠાઈને મસળી તો તેમાંથી લોહીના ટીપા પડ્યાં. આ જોઈને બધા લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું. બધા જાણતા હતા કે નાનક આવો કમાલ કરે છે. દિવ્ય આત્માઓ આપણાં શરીરથી અદભૂત કામ કરાવી લે છે. પરંતુ આત્મા સિદ્ધ કરવાની હોય છે, આ કામ નાનક કરતા હતાં.

નાનક બોલ્યાં, તેની સૂકી રોટલીમાં પ્રામાણિકતા છે અને તમારી મીઠાઈમાં કોઈને કોઈ જગ્યાએ બેઈમાની છે.

બોધપાઠ- નાનક અમને સમજાવી રહ્યા છે કે અનાજ હંમેશાં પ્રામાણિકતાથી જ કમાવવું જોઈએ. બેઈમાનીના અનાજથી ભોજન મન અશાંત રહે છે, વિચારોમાં પવિત્રતા રહેતી નથી.