આજનો જીવનમંત્ર:જેમણે આપણને ખરાબ સમયમાં મદદ કરી છે તેમને ક્યારેય ભૂલવા જોઈએ નહીં

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- પંજાબના નાના ગામમાં એક દૂધવાળો હતો. તે એક મહિનાના દૂધની કિંમત ડબલ કરીને પાછી આપવામાં આવી ત્યારે તે આશ્ચર્ય પામ્યો. કિંમત આપનારને દૂધવાળાએ પૂછ્યું, આ કઈ વાત માટે દૂધની કિંમત આપવામાં આવી રહી છે અને કોણ આપી રહ્યું છે?

કિંમત આપનારે કહ્યું, પ્રોફેસર રામતીર્થ તમારી પાસે આવશે અને આ કિંમત તેમણે પહોંચાડી છે.

થોડા સમય પછી પ્રોફેસર રામતીર્થ પોતાના ગામ આવ્યાં ત્યારે તે દૂધવાળા પાસે ગયાં. રામતીર્થે કહ્યું, મને બાળપણથી દૂધ પીવાનો શોખ હતો. મને લાગતું હતું કે દૂધ પીવાથી બુદ્ધિ તેજ થાય છે. હું તમારી દુકાનથી દૂધ ખરીદીને પીતો હતો. એકવાર મારી પાસે દૂધ ખરીદવાના રૂપિયા હતાં નહીં. ત્યારે તમે મને એક મહિના સુધી વિના કિંમતે દૂધ આપ્યું હતું. હવે મને નોકરી મળી ગઇ છે. હું ગણિતનો પ્રોફેસર થઈ ગયો છું. મને આવક મળી એટલે વિચાર્યું કે તમને આ રકમ આપી દઉ.

દૂધ આપનારે કહ્યું, સૌથી સારું તો એવું લાગી રહ્યું છે કે કોઈએ જૂની વાત યાદી રાખી. હવે કિંમત ચૂકવી રહ્યાં છે તો હિસાબ હું પણ કરી લઉ. તમે જે રૂપિયા મને આપી રહ્યા છો, તે એક મહિનાના દૂધના રૂપિયા કરતા વધારે છે. તમે તેટલાં જ રૂપિયા આપો, જેટલાં થયા છે.

રામતીર્થ બોલ્યાં, સામાન્ય વ્યક્તિ હિસાબ રાખે છે કે કેટલું લીધું હતું અથવા જેટલું આપવાનું છે, તેટલું જ આપે. જે લોકોએ ભગવાનના માર્ગ ઉપર ચાલવાનું હોય છે, જે ભક્ત બનવા ઇચ્છે છે તેમણે આપતી સમયે સંકોચ કરવો જોઈએ નહીં. વધારે જ આપવું જોઈએ. એટલે આ રકમ તમે રાખી લો.

બોધપાઠ- જીવનના મુશ્કેલ સમયમાં જે લોકોએ આપણી મદદ કરી છે, તેમને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. જ્યારે તેમને કઇંક આપવાનું આવે તો વધારે જ આપવું જોઈએ. ત્યારે માનવામાં આવશે કે, આપણે કોઈને યાદ પણ રાખ્યા અને યોગ્ય રીતે ઉપકાર પણ કર્યો.