તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જ્યારે પણ પોતાની રચના કોઇને સંભળાવવી હોય તો પહેલાં તેને વ્યવસ્થિત કરી લો, જેથી સાંભળનાર વ્યક્તિને કોઇ કન્ફ્યૂઝન ન થાય

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામચરિત માનસની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી. આ ગ્રંથની શરૂઆતમાં તુલસીદાસજીએ લખ્યું છે, જે રામકથાને હું સંભળાવી રહ્યો છું, તે સૌથી પહેલાં શિવજીએ તૈયાર કરીને પોતાના મસ્તિષ્કમાં રાખી હતી. તે પછી સમય આવતાં આ કથા પાર્વતીજીને સંભળાવવામાં આવી હતી.

તુલસીદાસજીએ અહીં જે વાત લખી છે, આ વાતમાં આપણાં માટે સંદેશ છુપાયેલો છે. રામકથાના પહેલાં વક્તા શિવજી હતાં. શિવજી જાણતાં હતા કે જો રામકથા સંભળાવવાની છે તો પહેલાં તેને પોતાના દિમાગમાં વ્યવસ્થિત રીતે ગોઠવી લેવી જોઇએ, કેમ કે આ કથામાં અનેક પાત્ર છે, અનેક ઘટનાઓ છે. જ્યારે લોકો તેને સાંભળશે તો તેમને કોઇપણ પ્રકારનું કન્ફ્યૂઝન થશે નહીં. એટલે તેમણે સૌથી પહેલાં પોતાના દિમાગમાં સંપૂર્ણ કથા તૈયાર કરી લીધી હતી.

કથા તૈયાર કર્યા પછી શિવજીએ તેને દેવી પાર્વતીને સંભળાવી હતી. અહીં પણ શિવજીએ એક સંદેશ આપ્યો છે. આપણે પોતાની રચના સૌથી પહેલાં એવા શ્રોતાને સંભળાવવી જોઇએ, જે આપણને સાંભળવાનું નાટક ન કરે, પરંતુ સંપૂર્ણ વાત ધ્યાનથી સાંભળે. કોઇ એવા વ્યક્તિને પોતાની રચના સંભળાવવી જોઇએ, જેમાં સમજણ હોય, જે આપણી વાતનું માન રાખે અને રચનામાં થોડી ભૂલો થાય તો તેમાં સુધાર પણ કરી શકે.

બોધપાઠ- સારો વક્તા તે છે જે આપણી રચના સંપૂર્ણ તૈયારી સાથે સાંભળે છે, જેથી સાંભળનારને કોઇ પ્રકારનું કન્ફ્યૂઝન ન થાય. સારો શ્રોતા એટલે સાંભળનાર તે છે, જે સંપૂર્ણ રચના ધ્યાનથી સાંભળે છે, સમજે છે અને ભૂલો પણ જણાવે છે. એટલે જ્યારે પણ પોતાની કોઇ રચના સૌથી પહેલાં કોઇને સંભળાવવી હોય તો યોગ્ય શ્રોતાનું સિલેક્શન કરવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો