આજનો જીવનમંત્ર:માત્ર ભણતરના બળે જીવનમાં કંઇક મોટું કરવું શક્ય નથી, ભણતર સાથે અભ્યાસ અને તપ પણ જરૂરી છે

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

અવંતિ રાજ્યના એક રાજા બાહુબલી હતાં. બાહુબલીએ એકવાર ઘોષણા કરી કે તેમને એક રાજ જ્યોતિષની જરૂરિયાત છે. જો કોઈ યોગ્ય વ્યક્તિ મળી જાય તો હું જાતે જ તેમની નિમણૂક કરીશ.

રાજાની ઘોષણા સાંભળીને અનેક જ્યોતિષીઓ રાજાના દરબારમાં પહોંચ્યા. પરીક્ષા લેવા માટે રાજા તે જ્યોતિષીઓને પ્રશ્ન પૂછી રહ્યા હતા. રાજાએ તેમને પૂછ્યું કે તમારા જ્યોતિષનો આધાર શું છે? કોઈએ કહ્યું કે નક્ષત્રના આધારે, કોઈએ ફળ, તો કોઈએ ગણિત કહ્યું. કોઈએ હસ્તરેખાને શ્રેષ્ઠ ગણાવી. બધાએ વિવિધ જવાબ આપ્યા.

રાજા આ જ્યોતિષીઓ દ્વારા સંતુષ્ટ ન થયા. ત્યારે તેમને યાદ આવ્યું કે મારા રાજ્યમાં એક પં. વિષ્ણુ શર્મા નામના જ્યોતિષ છે, તેઓ અહીં આવ્યા કેમ નહીં? રાજાએ પોતાના સેવકોને મોકલ્યા અને કહ્યું કે પં. વિષ્ણુ શર્માને લઇને આવો.

સેવક પં. વિષ્ણુ શર્માને લઇને દરબાર પહોંચ્યા. રાજાએ પં. શર્માને પૂછ્યું, તમે અમારી ઘોષણા સાંભળી હતી?

પં. શર્માએ કહ્યું, હા, મેં સાંભળી હતી.

રાજાએ ફરીથી પૂછ્યું, તો પછી તમે પરીક્ષા આપવા કેમ આવ્યા નહીં? તમે પણ જ્યોતિષી છો. તમે પણ ભવિષ્ય જુઓ છો.

પં. શર્માએ હસીને કહ્યું, હું ભવિષ્ય જોઉં છું અને મારું ભવિષ્ય હું જાણું છું. હું જ આ રાજ્યનો રાજ જ્યોતિષ બનવાનો છું.

આ વાત સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યાં. રાજાએ કહ્યું, તમે તો તે માટે અરજી પણ કરી નથી!

પં. શર્માએ કહ્યું, આ વાત હું જાણતો નથી, પરંતુ રાજ જ્યોતિષી હું જ બનીશ.

રાજાના દિમાગમાં આ વાત ખટકી અને રાજાએ પં. શર્માને જ રાજ જ્યોતિષી બનાવી દીધા.

પછી રાજાએ પં. શર્માને પૂછ્યું, તમને આટલો આત્મવિશ્વાસ કેમ હતો કે તમે જ રાજ જ્યોતિષી બનશો?

પં. શર્માએ કહ્યું, બધા જ્યોતિષી પોત-પોતાની જગ્યાએ યોગ્ય છે. જ્યોતિષ એક વિજ્ઞાન છે અને જે વ્યક્તિ આ વિજ્ઞાનના જાણકાર છે, તેઓ પોતાની દૂરદર્શિતા અને વિષયની જાણકારીના આધારે ગણતરી કરે છે. જે વ્યક્તિમાં આ વાતો સાથે જ યોગના માધ્યમથી પોતાની આત્માને જાણવાનું તપ હશે, તે અન્ય લોકો કરતાં સારું ભવિષ્ય જોઈ શકે છે.

બોધપાઠ- જો આપણે સફળ થવા ઇચ્છીએ છીએ તો માત્ર અભ્યાસ કરવાથી કશું જ થશે નહીં, અભ્યાસ સાથે જ તપ કરવું પણ જરૂરી છે. આ વાત જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.