આજનો જીવનમંત્ર:દરેક વ્યક્તિમાં પરમાત્મા વાસ કરે છે, એટલે બધાનું સન્માન કરવું જોઈએ

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સંત જ્ઞાનેશ્વર સાથે જોડાયેલો કિસ્સો છે. તેઓ બધાને કહેતા હતા કે પરમાત્મા બધા પ્રાણીઓમાં વાસ કરે છે અને તેઓ બધાની અંદર એક જેવા જ છે. જો તમે કોઈનું અપમાન કરી રહ્યા છો તો એવું માની લેવું કે તમે પરમાત્માનું અપમાન કરી રહ્યા છો. જો હું ઈશ્વરને પૂજવા ઇચ્છું છું તો મારે સૌથી પહેલાં પોતાની અંદર તેમને પૂજવા જોઈએ અને પછી તે જ ઈશ્વર હું અન્ય લોકોમાં શોધી શકું.

સામાન્ય લોકોને સંત જ્ઞાનેશ્વરની આ વાત સમજાઈ નહીં, પરંતુ જે કુટિલ લોકો હતાં, તેઓ આ વાતોનો વિરોધ કરતા હતાં. તેમના પિતા સંન્યાસી હતાં, પરંતુ તેમણે ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. એક દિવસ સંત જ્ઞાનેશ્વર પોતાના ભાઈ નિવૃત્તિનાથ, સોપાન અને બહેન મુક્તાબાઈ સાથે પૈઠન(મહારાષ્ટ્ર) ગયા હતાં.

પૈઠનના વિદ્વાનો પાસેથી જ્ઞાનેશ્વરજીને મંજૂરી લેવી હતી કે જે પૂજાપાઠ તેઓ કરી રહ્યા છે તે યોગ્ય છે કે નહીં? કોઈએ તેમની પરીક્ષા લેવા માટે કહ્યું, આ જે સામે ભેંસ ઊભી છે, તેમાં અને આપણાંમાં અંતર શું છે? શું તેમાં પણ પરમાત્મા વસે છે?

જ્ઞાનેશ્વરજીએ કહ્યું, હા!

આ સાંભળતા જ તે વ્યક્તિએ ભેંસને મારવાનું શરૂ કરી દીધું અને કહ્યું, હવે આ માર કોને પડી રહ્યો છો?

ત્યાં ઊભા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે જ્ઞાનેશ્વરજીની પીઠ ઉપર મારના નિશાન હતાં અને લોહી વહી રહ્યું હતું. બધા જ જ્ઞાની લોકો અને સામાન્ય લોકોએ જ્ઞાનેશ્વરજીને પ્રણામ કર્યું અને કહ્યું, તમે સાચું કહો છો, જો ભાવ દૃઢ હોય તો પરિણામ એવું જ આવે છે.

બોધપાઠ- અમીર-ગરીબ અને સ્ત્રી-પુરૂષનો ભેદભાવ ત્યારે દૂર થશે, જ્યારે આપણે આ વાત સમજી લઈશું કે પરમાત્મા માટે બધા સમાન છે અને ભગવાન બધામાં એક સમાન જ વાસ કરે છે.