આજનો જીવનમંત્ર:આપણે ભણેલાં હોઈએ તેનો અર્થ એવો નથી કે અન્ય લોકોનું અપમાન કરીએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાવણની પત્ની મંદોદરી ખૂબ જ સમજદાર હતી. તેણે દરેક અવસરે રાવણને સમજાવવાની કોશિશ કરી અને અધર્મ કરવાથી અટકાવ્યો. રાવણ અહંકારી હતો, આ કારણે તે મંદોદરીની વાતો માનતો નહીં.

શ્રીરામ સંપૂર્ણ વાનર સેના સાથે લંકા પહોંચી ગયા હતાં. રામ અને રાવણની વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિ બની ગઈ હતી. એવું નક્કી થઈ ગયું હતું કે હવે કોઈપણ સમયે આક્રમણ થઈ શકે છે. મંદોદરીએ રાવણને એકલામાં કહ્યું, હાલ પણ સમય છે, તમે સીતાને પાછા આપી દો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. મારી આ વિનંતીને સમજો. તેમાંથી આપણું ભલું છે.

તે સમયે રાવણે મંદોદરીની વાતને સાંભળી નહીં અને તેનું અપમાન પણ કર્યું. રાવણે અપમાન કરીને કહ્યું, સ્ત્રીઓમાં આઠ અવગુણ હંમેશાં રહે છે. સાહસ, અસત્ય બોલવું, ચંચળતા, માયા, ભય, અવિવેક, અશુદ્ધિ અને નિર્દયી હોવું.

રાવણે પોતાની પત્ની સાથે જ સંપૂર્ણ સ્ત્રીજાતિનું અપમાન કરી દીધું. તે પછી મંદોદરીએ કહ્યું, તમે આ બાબતનું મોટું નુકસાન ભોગવશો.

તે પછી યુદ્ધ થયું અને રામજીએ રાવણનો વધ કરી દીધો.

બોધપાઠ- પોતાના અહંકારના કારણે આપણે સારી વાતોને સાંભળતા નથી, સાથે જ આપણે સારા લોકોનું પણ અપમાન કરીએ છીએ. જો આપણે ભણેલા છીએ તો તેનો અર્થ એવો નથી કે અન્ય લોકોને નીચા દેખાડવાની કોશિશ કરીએ. જે લોકો સતત અન્ય લોકોનું અપમાન કરે છે, તેનું પતન નક્કી હોય છે.