આજનો જીવનમંત્ર:જો આપણે લોકોની ઓળખ યોગ્ય રીતે કરીએ તો મોટા-મોટા અભિયાન પણ સફળ થઈ શકે છે

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ અને લક્ષ્મણની ઓળખ કરવા માટે સુગ્રીવજીએ હનુમાનજીને મોકલ્યા હતાં. સુગ્રીવ જાણવા ઇચ્છતા હતાં કે આ બે રાજકુમારોને વાલિએ મને મારવા માટે તો નથી મોકલ્યાને.

શ્રીરામ અને લક્ષ્મણ સામે હનુમાનજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ઊભા રહ્યાં હતાં અને જ્યારે પરિચય થયો અને હનુમાનજીએ તેમને ઓળખી લીધા કે તેઓ રામ-લક્ષ્મણ છે તો તેમના ચરણોમાં પડીને પ્રણામ કર્યાં.

શ્રીરામજીએ હનુમાનજીને ઉભા કર્યા અને પોતાના ગળે લગાવી લીધા. રામજીએ કહ્યું, હનુમાન અમે તમને ઓળખી શક્યા નહીં આ વાતનું ખોટું લગાવશો નહીં. હકીકત તો એ છે કે તમે મને લક્ષ્મણથી પણ વધારે પ્રિય છો. ભલે લોકો કહે છે કે હું પક્ષપાત નથી કરતો, મારા માટે બધા એક જેવા છે, પરંતુ મને જેઓ સેવક છે તેઓ ખૂબ જ પ્રિય છે.

આ પ્રસંગમાં શ્રીરામ કહે છે કે મને હનુમાન લક્ષ્મણથી પણ વધારે પ્રિય છે. તો એવું લાગે છે કે જે ભાઈ તેમના માટે બધું છોડીને જંગલ આવ્યો અને એક વ્યક્તિ જે હાલ જ મળ્યો, તેની સરખામણી કરીને તેને એવું કહી દીધું કે મને લક્ષ્મણથી પણ વધારે પ્રિય છે. રામ વ્યક્તિને ઓળખવાની કળામાં પારંગત હતાં. તેઓ જાણતા હતા કે જો વ્યક્તિને યોગ્ય રીતે ઓળખી લેવામાં આવે તો ભવિષ્યમાં તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકાય છે. તેઓ સમજી ગયા હતા કે હનુમાનમાં અદભૂત પ્રતિભા છે અને એક દિવસ તેઓ લક્ષ્મણથી વધારે ઉપયોગી સાબિત થશે. પછી જ્યારે લક્ષ્મણ બેભાન થયા ત્યારે હનુમાનજી જ સંજીવની બૂટી લઈને આવ્યાં હતાં.

બોધપાઠ- આ અંગે રામજી આપણને સંદેશ આરી રહ્યા છે કે જ્યારે કોઈ વ્યક્તિને પહેલીવાર મળીએ છીએ ત્યારે તેની યોગ્યતા, તેની ક્ષમતાને યોગ્ય રીતે પારખી લેવી જોઈએ. જો આપણે વ્યક્તિની અંદરની શ્રેષ્ઠ શક્યતાઓને યોગ્ય રીતે સમજી લઇએ તો મોટા-મોટા અભિયાન પણ સફળ થઈ શકે છે. આપણે લોકોની ઓળખની દક્ષતા સતત જાળવી રાખવી જોઈએ.