• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Ramayana Story, Lord Shri Ram And Hanuman Meeting, Friendship To Ram And Sugreev

આજનો જીવનમંત્ર:મિત્રતામાં કુસંગ હોવો જોઈએ નહીં, કોઈ સાથે મિત્રતા કરો તો સમજી-વિચારીને કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- જ્યારે શ્રીરામ અને હનુમાનજીની પહેલી મુલાકાત થઈ ત્યારે હનુમાનજીએ પ્રસ્તાવ રાખ્યો, અમારા રાજા સુગ્રીવ સાથે તમે મિત્રતા કરી લો. સીતાજીની જાણકારી મળી રહી નથી તે તમારી પરેશાની છે અને સુગ્રીવનો મોટો ભાઈ વાલી તેને મારવા માટે શોધી રહ્યો છે તે સુગ્રીવની પરેશાની છે. તમે તેની મદદ કરો, સુગ્રીવ તમારી મદદ કરશે.

આ પ્રસ્તાવ લઈને હનુમાનજી રામ-લક્ષ્મણ સાથે સુગ્રીવ પાસે પહોંચી ગયાં. તે સમયે હનુમાનજીએ વિચાર્યું કે હું આ બંનેની મિત્રતા કરાવું છું તો આ બંને વચ્ચે વિશ્વાસ માટે કઇંક હોવું જોઈએ. હનુમાનજી જાણતા હતા કે રામ મિત્રતા તોડશે નહીં, પરંતુ સુગ્રીવ કોઈ ગડબડ કરી શકે છે.

હનુમાનજીએ વિચાર કરીને આગ પ્રગટાવી અને આગની સાક્ષીમાં એટલે સાબિતી તરીકે બંનેની મિત્રતા કરાવી દીધી. હનુમાનજી જાણતા હતા કે આગની વિશેષતા હોય છે કે તે પક્ષપાત કરતી નથી. તેની અંદર જે પણ વ્યક્તિ આવશે, તેનું પરિણામ એક જ હશે.

મિત્રતામાં દગાબાજી થવાની શક્યતા રહે છે, જ્યારે મિત્રતા એક જવાબદારી છે. એટલે હનુમાનજીએ શ્રીરામ અને સુગ્રીવની મૈત્રી આ રીતે કરાવી હતી.

બોધપાઠ- આ ઘટના આપણને તે બોધપાઠ આપી રહી છે કે મિત્રતા કરો તો સમજી-વિચારીને કરો. મિત્રતામાં કુસંગ ન હોય. મિત્રતા એકબીજાને ખોટા રસ્તા ઉપર લઈ જવા માટે નથી. અગ્નિ સાક્ષીનો અર્થ એ છે કે એક એવો સંકલ્પ કરો કે પોતાના મિત્રના જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે આપણે તેની મદદ ચોક્કસ કરી શકીએ.