આજનો જીવનમંત્ર:જીવનમાં ક્યારેય કૃપા, ચમત્કાર અને શોર્ટકટના ચક્કરમાં પડશો નહીં, પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- શ્રીરામ સંપૂર્ણ વાનર સેના સાથે સમુદ્ર તટ ઉપર પહોંચી ગયા હતાં, તેમણે સમુદ્ર પાર કરીને લંકા જવાનું હતું. જામવંત શ્રીરામની સેનાના સૌથી વૃદ્ધ અને અનુભવી વ્યક્તિ હતાં. જામવંતે શ્રીરામને કહ્યું, તમે તો તમારી કૃપાથી જ સમુદ્ર પાર કરી શકો છો.

હનુમાનજી બોલ્યાં, તમે તો થોડો પ્રતાપ બતાવો. સમુદ્ર જ જાતે જ સૂકાઈ જશે.

બધા લોકો જય-જયકાર પણ કરવા લાગ્યાં, પરંતુ શ્રીરામ ચૂપ રહ્યાં. પછી તેમણે હસીને કહ્યું, આપણને સમુદ્રએ એવી જાણકારી આપી છે કે આપણી સેનામાં નલ અને નીલ, બે વાનર એવા છે, જેમને વરદાન મળ્યું છે કે જો તેઓ કોઈ પત્થર જળમાં ફેંકશે તો તે ડૂબશે નહીં. આપણે તેમના જ સહયોગથી સમુદ્ર ઉપર પત્થરથી સેતુ બનાવીશું.

નલ-નીલની મદદથી વાનર સેનાએ સમુદ્ર ઉપર સેતુ બાંધી દીધો અને શ્રીરામ વાનર સેના સાથે લંકા પહોંચી ગયાં.

બોધપાઠ- શ્રીરામનો આ નિર્ણય આપણને સમજાવી રહ્યો છે કે જીવનમાં ક્યારેય ચમત્કાર, કૃપા અને શોર્ટકટ અપનાવવો જોઈએ નહીં. પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખો. તમે કેટલાંય યોગ્ય અને સમર્થ હોવ, પોતાના પુરૂષાર્થ અને પરિશ્રમથી કામને પૂર્ણ કરો. કોઈપણ મોટું કામ સામૂહિક પરિશ્રમ સાથે કરશો તો તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. એટલે જે રીતે વાનર સેનાએ સમુદ્ર ઉપર સેતુ બનાવ્યો, તે આજે પણ ચર્ચાનો વિષય છે. શ્રીરામજીએ આ કામમાં સેનાના દરેક વ્યક્તિનો સહયોગ લીધો હતો. બધાને જોડીને, બધાને પ્રોત્સાહિત કરીને, સામૂહિક પરિશ્રમ સાથે જે કામ થાય છે તે ઐતિહાસિક હોય છે.