આજનો જીવનમંત્ર:જો ખરાબ કામ કરનાર વ્યક્તિ જ્ઞાનની કોઈ વાત કહે તો તે વાતને અપનાવી લેવી જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રામાયણમાં હનુમાનજીને લંકામાં પ્રવેશ કરતી સમયે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. સૌથી પહેલાં હનુમાનજી માટે લંકાની સુરક્ષા અધિકારી લંકિની વિઘ્ન બની હતી.

લંકિનીએ હનુમાનજીને પોતાનો પરિચય આપતી સમયે કહ્યું, હું લંકાની સુરક્ષા અધિકારી છું, ચોર પકડવાનું મારું કામ છે. તમે સંતાઇને લંકામાં પ્રવેશ કરી રહ્યા હતાં ત્યારે મેં તમને પકડી લીધાં.

હનુમાનજીએ લંકિનીના મુખ ઉપર મુક્કો માર્યો ત્યારે તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હનુમાનજીએ તેને કહ્યું હતું, જ્યારે સુરક્ષા વ્યવસ્થા જ ચોરોની રક્ષા કરવા લાગે ત્યારે મારે સજા આપવી જ જોઈએ.

હનુમાનજીને તે સમયે આશ્ચર્ય થયું જ્યારે લંકિની તેમની સામે હાથ જોડીને ઊભી થઈ ગઈ. લંકિનીએ કહ્યું, 'प्रबिसि नगर कीजे सब काजा, हृदय राखी कौशलपुर राजा। એટલે તમે તમારા હ્રદયમાં શ્રીરામને રાખો અને લંકામાં પ્રવેશ કરો.

હનુમાનજી આ વાત સાંભળીને આશ્ચર્ય પામ્યાં. એક રાક્ષસીએ એટલી સારી વાત કહી છે. હનુમાનજીએ વિચાર્યું કે ભલે આ એક રાક્ષસી છે, પરંતુ તેણે વાત ખૂબ જ જ્ઞાનની કહી છે. હનુમાનજી જાણતા હતાં કે સારી વાત કોઈપણ કહે, તેનો આપણે સ્વીકાર કરવો જોઈએ. સારી વાતોને યોગ્ય અર્થ સાથે અપનાવી શકીએ, તેનું પાલન કરી શકો તો આ પણ સમજદારી છે. હનુમાનજીએ એવું જ કર્યું હતું.

બોધપાઠ- આપણી આસપાસ અનેક લોકો એવા પણ હોય છે, જેમનું આચરણ ખોટું હોય છે, જેઓ ખોટું કામ કરે છે. જો એવા લોકો પણ કોઈ સારી વાત કહે છે ત્યારે તેણે તરત જ અપનાવી લેવાં જોઈએ. સારા લોકો મળવા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ કોઈ વ્યક્તિ જ્ઞાનની વાત કહે છે તો તેને અપનાવીને જીવનમાં ઉતારી લેવી જોઈએ.