તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- રામાયણમાં હનુમાનજી, અંગદ અને જામવંતને સંપાતિએ જણાવી દીધું હતું કે સીતા રાવણની લંકામાં છે. સંપાતિ જટાયુનો ભાઈ હતો. તે પછી તેઓ બધા દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચી ગયાં હતાં. હવે તેમની સામે તે સવાલ હતો કે સીતાની શોધ માટે દરિયો પાર કરીને લંકા કોણ જશે?
સૌથી પહેલાં જામવંત બોલ્યાં, હું વૃદ્ધ થઇ ગયો છું. મારા શરીરમાં એટલી તાકાત નથી કે હું લંકા જઇ શકું. એટલે આ કામ હું કરી શકીશ નહીં.
જામવંત પછી અંગદ બોલ્યાં, હું લંકા જઇ તો શકું છું. પરંતુ સીતાની શોધ કરીને પાછો અહીં આવી શકીશ કે નહીં તેના અંગે મને શંકા છે. હું પણ આ કામ કરી શકીશ નહીં.
અંગદની ના પાડવા છતાંય જામવંતે હનુમાનજીને કહ્યું, હે બળવાન, તમે ચૂપ કેમ બેઠા છો? તમે તો પવનદેવના પુત્ર છો, બુદ્ધિમાન છો. તમારા માટે આ સંસારમાં એવું કયું કામ છે, જે તમે કરી શકતાં નથી. રામકાજ માટે જ તમારો આ અવતાર થયો છે. આ કામ તમારે જ કરવાનું છે.
આ પ્રકારે જામવંતે હનુમાનજીને તેમની શક્તિઓ યાદ અપાવી. જામવંતની વાતો સાંભળીને હનુમાનજીએ પોતાના શરીરનો આકાર પર્વત જેવો મોટો બનાવી લીધો અને તે સીતાજીની શોધમાં લંકા પહોંચી ગયાં. હનુમાનજીએ લંકામાં સીતાની શોધ કરી, રાવણનો સામનો કર્યો, લંકાને બાળી અને પાછા શ્રીરામ પાસે આવી ગયાં.
બોધપાઠ- જામવંત તો વૃદ્ધ થઇ ગયાં હતાં, પરંતુ અંગદ તો યુવાન હતો છતાંય તેને પોતાના ઉપર વિશ્વાસ હતો નહીં. આ કારણે તેણે લંકા જવાનું સાહસ કર્યું નહીં. આ અવસર હનુમાનજીને મળ્યો અને તેમણે આત્મવિશ્વાસના બળે આ મુશ્કેલ કામ કરી બતાવ્યું. તે પછી હનુમાનજી શ્રીરામના ખૂબ જ પ્રિય થઇ ગયાં હતાં. ઠીક તેવી જ રીતે જે લોકો પોતાના ઉપર વિશ્વાસ રાખે છે, તેઓ મુશ્કેલ કામમાં પણ સફળ થઇ શકે છે. પોતાની ક્ષમતા ઉપર શંકા કરશો તો કોઇ મોટા કામની શરૂઆત કરી શકશો નહીં. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.