• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Ram Laxman And Hanuman First Meeting, Ram Hanuman Milan Story, Ramayana Story

આજનો જીવનમંત્ર:કોઈપણ કામ શાંતિ સાથે અને યોજના બનાવીને કરવું જોઈએ, સફળતા ત્યારે જ મળી શકે છે

22 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સુગ્રીવે જ્યારે બે રાજકુમારોને પોતાની તરફ આવતા જોયા ત્યારે તેઓ ડરી ગયાં. તેમને થયું કે મારા ભાઈ વાલિએ આ બંનેને મને મારવા માટે મોકલ્યાં છે. આ બે રાજકુમાર રામ અને લક્ષ્મણ હતાં.

સુગ્રીવે પોતાના મંત્રી હનુમાનને કહ્યું, તમે જઈને તે બંને રાજકુમારને જુઓ. જો તેઓ દુશ્મન હોય તો ત્યાંથી જ સંકેત કરી દેજો, અમે અહીંથી કોઈ અન્ય સ્થાને ભાગી જઈશું. જો તેઓ મિત્ર છે તો તમે સંકેત કરજો અમે અહીં જ રોકાઈ જઈશું.

હનુમાનજી તરત જ બંને રાજકુમાર પાસે પહોંચ્યાં. તેમણે પોતાનો પરિચય આપ્યો અને તેમનો પરિચય લીધો. રામ-લક્ષ્મણ અને હનુમાન એકબીજાને ઓળખી ગયાં. ત્યારે હનુમાનજીએ કહ્યું, તમે મારા રાજા સુગ્રીવ પાસે ચાલો અને તેમની સાથે મિત્રતા કરી લો, તેઓ દેવી સીતાની શોધમાં તમારી મદદ કરશે.

હનુમાનજીએ આગળ કહ્યું, તમે મારા ખભા ઉપર બેસી જાવ, હું તમને સુગ્રીવ પાસે લઈ જઈશ.

લક્ષ્મણજીને સંકોચ થઈ રહ્યો હતો કે કોઈના ખભા ઉપર ચઢવું યોગ્ય નથી, પરંતુ રામજીએ કહ્યું, લક્ષ્મણ આપણે અયોધ્યામાં સુમંતના રથમાં આવ્યાં, પછી કેવટની હોડીમાં બેઠા, તે પછી પગપાળા ચાલ્યાં. હવે આ યાત્રાની એક નવી રીત છે. હું બેસી રહ્યો છું, તમે પણ બેસી જાવ.

ઘણાં લોકો આ અંગે ટિપ્પણી કરે છે કે હનુમાનજીએ તે સમયે રામ-લક્ષ્મણને ખભા ઉપર કેમ બેસાડ્યાં?

હનુમાનજી દૂરદર્શી હતાં, તેમણે રામ-લક્ષ્મણને ખભા ઉપર એટલાં માટે બેસાડ્યાં, કેમ કે દૂરથી તેમનો રાજા સુગ્રીવ આ દૃશ્ય જોઈ રહ્યો હતો. રામ-લક્ષ્મણ જેવા હનુમાનજીના ખભા ઉપર બેઠા, સુગ્રીવ સમજી ગયા કે તેઓ આપણાં મિત્ર છે. આ જોઈને બધા જ લોકો નિશ્ચિંત થઈ ગયાં.

બોધપાઠ- હનુમાનજીની આ કાર્યશૈલી આપણને સમજાઈ રહી છે કે અનેક વાતો સંકેતમાં કહી શકાય છે અને યોગ્ય સમયે કરવી જોઈએ. જો હનુમાનજીએ સુગ્રીવને તે સંકેત ન આપ્યો હોત કે આ આપણાં મિત્ર છે તો સુગ્રીવ વધારે ડરી ગયા હોત. હનુમાનજીની બુદ્ધિમાનીથી આપણે તે શીખવું જોઈએ કે દરેક કામ બુદ્ધિમાની સાથે અને યોજના બનાવીને કરવું જોઈએ. સફળતા ત્યારે જ મળી શકે છે.