આજનો જીવનમંત્ર:દરેક બાળકમાં કોઈ ખાસ ગુણ હોય છે, માતા-પિતા તે ગુણને ઓળખે અને તેને નિખારે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ભગત સિંહના બાળપણ સાથે જોડાયેલો કિસ્સો છે. એક દિવસ ભગત સિંહના પિતા સરદાર કિશન સિંહ અને તેમના મિત્ર નંદકિશોર મહેતા ખેતરમાં વાતો કરી રહ્યા હતાં. તે સમયે નંદકિશોર મહેતાનું ધ્યાન બાળક ભગત સિંહ ઉપર પડ્યું.

બાળક ભગત સિંહ નાના-નાના લાકડાઓ ખેતરમાં દાંડી રહ્યાં હતાં અને માટીનો એક ઢગલો બનાવી લીધો હતો. નંદકિશોર મહેતાએ કિશન સિંહને કહ્યું કે હું આ બાળક સાથે થોડી વાત કરીને આવું છું.

નંદકિશોર મહેતાએ ભગત સિંહને પૂછ્યું, તમે સરદાર કિશન સિંહના દીકરા છો?

ભગત સિંહે પોતાનું નામ જણાવ્યું, પ્રણામ કર્યા અને કહ્યું, હા.

મહેતાજીએ પૂછ્યું. તમે ખેતરમાં આ શું દાંટી રહ્યા છો? મહેતાજીએ વિચાર્યું બાળકનો જવાબ આવશે કે હું રમી રહ્યો છું, લાકડા દાંટી રહ્યો છું. પરંતુ બાળકનો ઉત્તર સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા અને પાછળ ઉભેલાં કિશન સિંહ પણ આશ્ચર્ય પામ્યાં.

ભગત સિંહે કહ્યું હતું કે, હું બંદૂક દાંટી રહ્યો છું.

મહેતાજીએ ફરી પૂછ્યું, તમે તેનો અર્થ જાણો છો?

ભગત સિંહ બોલ્યાં, હું જાણું છું. આપણો દેશ ગુલામ છે અને આપણે આઝાદી માટે શસ્ત્ર હાથમાં લેવા પડશે. જે દિવસે મારું ચાલશે, હું આ જ શસ્ત્રોથી અંગ્રેજોને ભગાડી દઇશ.

મહેતાજીએ પૂછ્યું તમારો ધર્મ શું છે?

બાળકે કહ્યું, દેશ જ મારો ધર્મ છે.

આ વાત સાંભળીને મહેતાજીએ કિશન સિંહને કહ્યું, બાળપણમાં આ બાળકના વિચાર આવા ક્રાંતિકારી છે તો તમે તેના ઉછેર અને તેની ગતિવિધિઓ ઉપર ખાસ નજર રાખજો. તમારું બધું જ ધ્યાન એવી રીતે હોવું જોઈએ કે તેની અંદરની આ પ્રતિભા નિખરે. આ ઊર્જા કોઇ અન્ય જગ્યાએ વહી ન જાય.

પછી એવું જ થયું. દુનિયા ભગત સિંહને ઓળખે છે અને પૂજે પણ છે.

બોધપાઠ- બાળકના બાળપણથી જ માતા-પિતાએ તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જોઈએ. બાળકોની પ્રતિભાને ઓળખો અને તેને નિખારો. આ વાતનું ધ્યાન રાખશો તો બાળક ભવિષ્યમાં સફળ વ્યક્તિ જરૂર બનશે.