તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાર્તા- મહાભારતમાં પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો. એક દિવસ યુધિષ્ઠિર એકાંતમાં બેઠા હતાં અને પ્રાકૃતિક વાતાવરણનો આનંદ લઇ રહ્યા હતાં. આ દરમિયાન તેમણે આંખ બંધ કરી અને ધ્યાનમાં બેસી ગયાં. ત્યારે ત્યાં દ્રૌપદી પણ પહોંચી ગઇ. જ્યારે યુધિષ્ઠિરનું ધ્યાન પૂર્ણ થયું ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન જોવા મળી રહ્યા હતાં.
દ્રૌપદીએ તેમને પૂછ્યું. તમે ભગવાન ઉપર એટલો વિશ્વાસ કરો છો, પૂજા-પાઠ, તપ-જાપ અને ધ્યાન કરો છો. નિશ્ચિત જ આંખ બંધ કરીને તમે ભગવાન સાથે જોડાયા હશો.
યુધિષ્ઠિરે કહ્યું, હા
દ્રૌપદીએ કહ્યું, તો પછી તમે ભગવાનને પૂછો કે આપણાં જીવનમાં આટલાં દુઃખ કેમ છે? આપણે ક્યાં સુધી આ પ્રકારની તકલીફોનો સામનો કરીશું? વર્ષોથી વનમાં ફરી રહ્યા છે. થોડું સુખ આવે છે, તેનાથી વધારે દુઃખ આવે છે. ક્યારેક-ક્યારેક પીવાનું પાણી અને ભોજન પણ મળતું નથી. એકવાર તો ભગવાનને જણાવો- આપણાં જીવનમાં આટલી પરેશાનીઓ શા માટે છે?
યુધિષ્ઠિરે કહ્યું, દેવી, જ્યારે હું ધ્યાન કરીને ભગવાનને મળું છું ત્યારે તેમની પાસે કશું જ માગી શકતો નથી. તે તો સોદો થઇ જશે. મને પરમાત્મા સાથે જોડાવાથી ખૂબ જ પ્રસન્નતા મળે છે. હું કઇંક માગવા કે પૂછવા માટે ધ્યાન કરતો નથી. હું ભગવાન સાથે એટલાં માટે જોડાવ છું જેથી મારું મન પ્રસન્ન રહે. આ જ પ્રસન્નતા મારી તાકાત બની જાય છે. આ જ પ્રસન્નતા આપણું હથિયાર છે. ખરાબ સમયમાં આપણે આ હથિયાર દ્વારા લડીએ છીએ અને જીતીએ છીએ.
બોધપાઠ- જે લોકો પૂજાના બદલામાં કઇંક માગે છે, તેઓ ભગવાન સાથે સોદો કરે છે. જ્યારે પૂજા-પાઠ નિસ્વાર્થ ભાવથી કરવી જોઇએ. આવી પૂજાથી પ્રસન્નતા મળે છે. આત્મવિશ્વાસ વધે છે. મન શાંત થાય છે અને જે શક્તિ મળે છે, તેનાથી આપણે પરેશાનીઓ સામે લડી શકીએ છીએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.