તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Vinoba Bhave And His Mother, Never Discriminate Among Humans, All Are Equal And All Have Divine

આજનો જીવનમંત્ર:ક્યારેય મનુષ્યોમાં ભેદભાવ કરવો જોઈએ નહીં. બધા જ એક સમાન છે અને બધા લોકોમાં પરમાત્મા રહે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વતંત્રતા સંગ્રામ સેનાની આચાર્ય વિનોબા ભાવેની માતા રૂક્મિણી બાઈ હતાં. તેમની માતા ખૂબ જ ઉદાર મન ધરાવતી મહિલા હતી. તેઓ પોતાના ઘરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાખતી હતી. તેમના ભોજનની વ્યવસ્થા પણ જાતે કરતી હતી, સાથે જ અન્ય જે મદદ તે કરી શકે તે મદદ કરતાં હતાં.

રૂક્મિણી બાઈ પોતાના બાળકોમાં અને ઘરમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોમાં ક્યારેય ભેદભાવ કરતી નહીં. રૂક્મિણી બાઈએ ક્યારેય પોતાના અને પારકામાં ભેદ કર્યો નથી. રોજ બધા બાળકોને તાજુ અને ગરમ ભોજન આપતી હતી. ઠંડી કે વાસી રોટલી કોઇ વિદ્યાર્થીઓને ખવડાવતી નહીં.

એક દિવસ વિનોભાએ પોતાની માતાને કહ્યું, માતા, તમારી પાસેથી હંમેશાં સાંભળું છું કે ભગવાન એક છે. બધાની અંદર વાસ કરે છે. એટલે કોઇ સાથે ભેદભાવ કરવો જોઇએ નહીં, પરંતુ મેં જોયું કે માતા તમે ભેદભાવ કરો છો. જે વિદ્યાર્થીઓને તમે ઘરમાં રાખ્યા છે, તેને તમે ખૂબ જ તાજી રોટલી આપો છો, પરંતુ જ્યારે રોટલી બચી જાય છે, વાસી થઇ જાય છે, ત્યારે તે રોટલી તમે મને આપી દો છો. આવો ભેદભાવ કેમ?

માતાએ પોતાના દીકરાને કહ્યું, દીકરા તે યોગ્ય કહ્યું. હું ભેદભાવ કરું છું. કેમ કે મારી અંદર હજુ પણ મોહ છે. મને તે બાળકોમાં પરમાત્મા જોવા મળે છે, પરંતુ તારી અંદર મને મારો પુત્ર જોવા મળે છે. જે દિવસે હું તારી અંદર પણ પરમાત્મા જોઇ લઇશ, તે દિવસથી તને પણ ગરમ અને તાજી રોટલી આપવાનું શરૂ કરી દઈશ.

બોધપાઠ- એક માતાએ પોતાના દીકરાના માધ્યમથી એવો બોધપાઠ આપ્યો કે દરેક વ્યક્તિમાં પરમાત્મા રહે છે, પરંતુ આપણે ભેદભાવ કરીએ છીએ, આ પોતાના છે અને આ પારકા. આ ભેદભાવને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે આપણે આ વાત સમજી લઈશું કે દરેક વ્યક્તિમાં ભગવાન છે તો અન્ય સાથે આપણો વ્યવહાર બદલાઇ જશે. આપણે વ્યક્તિ સાથે પણ તેવો જ વ્યવહાર કરવા લાગીશું જે ભગવાન સાથે કરીએ છીએ.