તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:મોટા કામમાં સફળતા મળે તો નાની-નાની ઇચ્છાઓ ઉપર અટકવું જોઈએ નહીં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- પ્રાચીન સમયમાં વ્યાધ્રપાદ નામના એક ઋષિ હતાં. તેમના પુત્રનું નામ ઉપમન્યુ હતું. આ બાળકે એક દિવસ તેની માતા પાસે દૂધ માંગ્યુ, તે સમયે ઘરમાં દૂધ હતું નહીં.

માતાએ ચોખાના લોટમાં પાણી મિક્સ કરીને બાળકને પીવા માટે આપી દીધું. ઉપમન્યુએ થોડું પીધું અને કહ્યું, માતા આ દૂધ નથી.

માતાએ કહ્યું, આપણે તપસ્વી લોકો છીએ. આપણી પાસે એટલાં સાધન નથી કે આપણે દૂધ ખરીદી શકીએ. જો તને દૂધ જોઈતું હોય અને જો તમને દૂધ ખૂબ જ પ્રિય હોય તો તું ભગવાન શિવજીને પ્રસન્ન કર.

માતાએ તો સરળ રીતે આ વાત કહી દીધી, પરંતુ બાળકે પૂછ્યું, ભગવાન કઇ રીતે મળશે?

માતાએ કહ્યું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ત્યાર બાદ માતાની આજ્ઞા અને તપનો ભાવ બંને જોડાય ગયા ત્યારે ઉપમન્યુએ ઘોર તપ કરવાનું શરૂ કરી દીધું.

બાળકનું તપ જોઈને શિવજીને લાગ્યું કે હવે મારે આ બાળકને દર્શન આપવા જોઈએ. તે ઇન્દ્ર બનીને ઉપમન્યુની પરીક્ષા લેવા માટે પહોંચ્યાં. ઇન્દ્રએ શિવજીની નિંદા કરી ત્યારે ઉપમન્યુએ તેમની તપસ્યાની શક્તિથી ઇન્દ્રને સજા આપવાની કોશિશ કરી. તેમણે કહ્યું, હું શિવજીની આલોચના સાંભળી શકતો નથી, હું પ્રાણ ત્યાગી દઇશ.

ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયાં અને કહ્યું, હું ખૂબ જ પ્રસન્ન છું. બોલો, શું માગવા ઇચ્છો છો?

ઉપમન્યુને યાદ આવ્યું કે તેણે તો દૂધ મેળવવા માટે તપ કર્યું હતું, પરંતુ જ્યારે શિવજી સ્વયં આવી ગયા છે તો શું હું તેમની પાસેથી માત્ર દૂધ જ માગુ? ઉપમન્યુએ વિચાર્યું કે આપનાર કોણ છે, માગવાની વસ્તુ તે હિમાસબે નક્કી કરવી જોઈએ.

ઉપમન્યુએ કહ્યું, મેં તો તમારી પાસેથી દૂધ પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હતું, પરંતુ તમારા દર્શન થયા પછી મને દૂધની કામના નથી. તમે એવું કરો કે મારી ભક્તિ હંમેશાં તમારામા બની રહે, આવું વરદાન આપો.

શિવજી પ્રસન્ન થયા અને કહ્યું, દૂધ તો તને મળી જ જશે, પરંતુ આજથી સંસારમાં તને તેજસ્વી અને યશસ્વી સ્વરૂપમાં ઓળખવામાં આવશે. હું આ વરદાન આપું છું.

આ જ ઉપમન્યુએ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણને શિવમંત્રની દીક્ષા આપી હતી.

બોધપાઠ- મોટું અભિયાન હાથમાં લેવું જોઈએ, ભલે જ ઇચ્છા નાની હોય, પરંતુ જે દિવસે આપણી મહેનત અને તપસ્યા સફળ થઈ જાય ત્યારે નાની-નાની કામનાઓને છોડી દેવા જોઈએ. જેમ શિવજી મળ્યાં ત્યારે તેમની પાસેથી દૂધ શું માગવું? તેમની પાસેથી તો કઇંક એવું માગવું જોઈએ કે જે માત્ર તેઓ જ આપી શકે. કોઈની પાસેથી કશું માગતી સમયે હંમેશાં ધ્યાન રાખો કે આપનાર કોણ છે અને તેમની પાસેથી શું વસ્તુ માગવું જોઈએ.