તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Upmanyu, Life Management Tips By Pandit Vijayshankar Mehta

આજનો જીવનમંત્ર:મહેનત કરવી પણ ભક્તિ સમાન જ છે, ભગવાન પણ આવા લોકોની મદદ કરે છે જેઓ યોગ્ય કામ કરે છે

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ઉપમન્યુ નામનો એક બાળક હતો, તેની ઉંમર લગભગ 12 વર્ષ હતી. ઉપમન્યુ માતા સાથે તેના મામાના ઘરે રહેતો હતો. એક દિવસ મામા અને તેના બાળકો દૂધ પી રહ્યા હતાં. ઉપમન્યુની પણ ઇચ્છા થઇ, તેને પણ દૂધ પીવું હતું. તેણે તેની માતાને આ વાત જણાવી.

માતાએ દીકરાને કહ્યું, આપણને અહીં રહેવાની જગ્યા મળી છે તે જ ઘણું છે. અચાનક જ માતાએ એવું જણાવી દીધું કે, દૂધ પીવું તારા ભાગ્યમાં લખ્યું નથી.

નાના બાળકે માતાને પૂછ્યું, મારા ભાગ્યમાં દૂધ પીવાનું કેમ નથી?

માતાએ સમજાવવાની જગ્યાએ પાણીમાં લોટ મિક્સ કરીને ઉપમન્યુને પીવડાવી દીધું. ઉપમન્યુએ કહ્યું, માતા આ દૂધ નથી

માતાએ કહ્યું, હું તને દૂધ પીવડાવી શકતી નથી. તારા ભાગ્યમાં નથી.

ઉપમન્યુએ કહ્યું, તમે દૂધની વાત તો છોડો, મને એ વાત જણાવો કે હું ભાગ્ય કેવી રીતે બદલી શકું છું?

માતાએ કહ્યું, ભાગ્ય તો લગભગ જ બદલી શકાય છે. પરંતુ, સ્થિતિ બદલી શકાય છે. પરિસ્થિતિ તપ અને પરિશ્રમ કરવાથી બદલી શકાય છે.

દીકરાએ પૂછ્યું, તો હું શું પરિશ્રમ કરું કે આ પરિસ્થિતિ બદલાઈ જાય?

માતાએ કહ્યું, શિવજીની ઉપાસના કરો.

માતાની વાત માનીને બાળક ઉપમન્યુ શિવજીની ઉપાસના કરવા લાગ્યો. બાળકના કઠોર તપથી શિવજી પ્રસન્ન થઇ ગયાં. તેઓ પ્રકટ થયા અને ઉપમન્યુને વરદાન માંગવા માટે કહ્યું.

ઉપમન્યુએ કહ્યું, હું યોગ્ય બનવા માટે તપ કરી રહ્યો છું. હું પણ યોગ્ય બનું, જેથી મને પીવા માટે દૂધ મળી શકે.

શિવજી સમજી ગયા કે બાળકની ઇચ્છા શું છે. તેમણે તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થઇ ગયાં. તે પછી ઉપમન્યુ ખૂબ જ યોગ્ય અને વિદ્વાન થઇ ગયો.

બોધપાઠ- આ વાર્તાથી આપણને એ બોધપાઠ મળે છે કે મહેનતથી કઠોર સમયને બદલી શકાય છે. આકરી મહેનત પણ ભક્તિ સમાન હોય છે. જે લોકો યોગ્ય કામ કરે છે, તેમને ભગવાનની વિશેષ કૃપા મળે છે. અનેક લોકોના જીવનમાં વસ્તુઓનો અભાવ હોય છે અને આ અભાવ માત્ર પરિશ્રમથી દૂર થઇ શકે છે. એટલે યોગ્ય દિશામાં ખૂબ જ મહેનત કરો, જેટલું તમે વિચાર્યું છે, તેટલું જરૂર મળશે.