• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Motivational Story Of Swami Vivekanand, We Should Have An Understanding Of What To Ask For And When, Ramkrishna Paramhans And Vivekanand

આજનો જીવનમંત્ર:કોની પાસેથી ક્યારે શું માગવું જોઈએ, આ વાતની સમજણ હોવી જોઈએ

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- વિવેકાનંદ કોલકાતાની ગલીઓમાં ભૂખ્યા પેટ ફરી રહ્યા હતા. આવું તેમના જીવનમાં અનેકવાર થયું. જેનું કારણ એ હતું કે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું ત્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. જેમ-તેમ કરીને તેમની માતા બાળકોનું પોષણ કરી રહી હતી.

ક્યારેક-ક્યારેક એવું થતું હતું કે વિવેકાનંદ જ્યારે રાતે ઘરે આવતા ત્યારે ભોજન માટે કશું જ રહેતું નહીં. તેઓ તેમની માતાને ખોટું બોલતા હતા કે આજે તેમને બહાર ભોજન કરવા માટે જવાનું છે અને બહાર ગલીઓમાં ફરીને પાછા ઘરે આવી જતા હતાં.

તે દિવસોમા વિવેકાનંદ પરમહંસજી સાથે જોડાઈ ગયા હતાં. કોઇને પરમહંસજીને કહ્યું, વિવેકાનંદ હાલ ભૂખ્યો રહે છે. તે પછી એક દિવસ પરમહંસજીએ કહ્યું, નરેન્દ્ર તમારી ઉપર કાળી માતાની કૃપા છે. માતાની મૂર્તિ પાસે જાવ અને ભોજન માગી લો, ભૂખ્યા ન રહેશો. તે માતા છે, તમારા માટે ભોજનની વ્યવસ્થા કરશે.

વિવેકાનંદ બોલ્યા, હું જ્યારે માતાની મૂર્તિ સામે જાવ છું અને ભૂખ્યો રહેવાના કારણે એકવાર મારા મનમાં આવ્યું પણ હતું કે તેમની પાસેથી ભોજન માગી લઉ, પરતુ ખબર નહીં મારા મનથી અવાજ આવ્યો કે માતા સામે છે, કૃપા કરી રહી છે તો ભોજન શા માટે માગું. માગવું જ હોય તો આનંદ માગવો જોઈએ. વિના કશું જ માગ્યે તે મૂર્તિ સામે હું એટલો આનંદિત થઈ જાવ છું કે પોતાની ભૂખ ભૂલી જાવ છું.

આ સાંભળીને પરમહંસજીની આંખમાં આંસૂ આવી ગયાં. તેમણે કહ્યું, નરેન્દ્ર તમે સમજી ગયા કે જીવનમાં કોની પાસેથી શું માગવું જોઈએ

બોધપાઠ- જો ભગવાન પાસે કશું જ માગવું હોય તો ભૌતિક સુખ-સુવિધાની વસ્તુઓ માગવી જોઈએ નહીં. આ વસ્તુઓ તો આપણી મહેનત દ્વારા આપણે મેળવી શકીએ છીએ, પરંતુ જે અનોખું છે, તે દેવ કૃપા છે. ભગવાન પાસે પ્રસન્નતા અને આત્મવિશ્વાસ માગવો જોઈએ. એટલે કોની પાસેથી શું માગવું જોઈએ, આ વાતની સમજણ હોવી જોઈએ.